છોકરીઓના શર્ટમાં પૉકેટ હોતા કેમ નથી? જાણો?

આજના જમાનામાં યુવતીઓ પણ છોકરાઓની જેમ જ જિન્સ, ટી-શર્ટ પહેરવા લાગી છે. જો કે તેમ છતાં યુવક અને યુવતી બંનેના જીન્સમાં ઘણો ફરક હોય છે. જાણો શું છે આ ફરક?

યુવકોના શર્ટમાં પૉકેટ હોય છે, અને યુવતીઓના શર્ટમાં પૉકેટ હોતા નથી. જો કે તેના પાછળ કોઈ રહસ્યમયી કારણ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, આ પણ પુરુષપ્રધાન સમાજની વિચારસરણી જ આની પાછળ જવાબદાર છે.

ઉલ્લેખનીય છે કે પહેલાના જમાનામાં પણ મહિલાઓના કપડામાં પૉકેટ બનાવવામાં આવતા ન હતા. તેના પાછળ એવી માનસિકતા હતી કે જો મહિલાઓના કપડામાં પૉકેટ રાખવામાં આવશે તો તે પૉકેટમાં કંઈને કંઈ ચોક્કસથી રાખશે. જેના કારણે તેના શરીરની બનાવટ ખરાબ લાગશે અને તેની સુંદરતામાં પણ કમી આવશે. બસ આ જ કારણોસર મહિલાઓના શર્ટમાં પૉકેટ હોતા નથી.

જો કે આજે પણ મહિલાને માત્ર સુંદર દેખાતી વસ્તુ જ માનવામાં આવે છે. જો કે હવે મહિલાઓ પણ પોતાના વિચારો બદલવા લાગી છે. પોતાના પોશાકમાં પણ મહિલાઓ ફેરફાર કરવા લાગી છે. હવે મહિલાઓ કમસે કમ જીન્સમાં તો પૉકેટ રાખવા જ લાગી છે. આજકાલ મહિલાઓ આઝાદીથી શ્વાસ લેવા લાગી છે અને પોતાની મરજીના કપડાં પણ પહેરવા લાગી છે.

You might also like