કોટલામાં કોઈ ખેલાડી બે સદી ફટકારી શક્યો નથી, વિરાટ મહેણું ભાંગશે?

(એજન્સી) નવી દિલ્હી: અહીંના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમનો રેકોર્ડ મોટા સ્કોરના પક્ષમાં નથી. દુનિયામાં એક પણ બેટ્સમેન એવો નથી, જેણે આ મેદાન પર બે સદી ફટકારી હોય. આ સ્થિતિમાં એ જોવું રોચક બની રહેશે કે જોરદાર ફોર્મમાં રમી રહેલો વિરાટ કોહલી પોતાના હોમગ્રાઉન્ડ પર આ મહેણું ભાંગી શકશે ખરો?

ફિરોજશાહ કોટલામાં અત્યાર સુધીમાં વન ડે મેચ રમાઈ છે, જેમાંથી ૨૩ મેચનાં પરિણામ આવ્યાં છે, જ્યારે બે મેચ રદ થઈ હતી. આ મેચમાં ફક્ત બે ઇનિંગ્સ એવી જોવા મળી છે, જ્યારે કોઈ ટીમ ૩૦૦ રનના આંકને પાર કરી શકી હોય. વિન્ડીઝે અહીં સૌથી મોટો સ્કોર આઠ વિકેટે ૩૩૦ રનનો બનાવ્યો હતો.

પાકિસ્તાને પણ એક વાર ૩૦૨ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સ્કોર આ મેદાન પર ત્રણ વિકેટે ૨૯૪ રનનો રહ્યો છે. કોટલા પર સાત બેટ્સમેન સદી ફટકારી ચૂક્યા છે, જેમાં વિરાટ, સચીન, પોન્ટિંગ, ડી’વિલિયર્સ, વિલિયમ્સન, નિક નાઇટ, રોય ડાયસ સામેલ છે. આમાંનાં પાંચ ખેલાડી નિવૃત્ત થઈ ચૂક્યા છે. આમ વિરાટ પાસે આ મેદાન પર બીજી સદી ફટકારવાની તક છે.

You might also like