બોલિવૂડ ધર્મ-ભાષા કે સંપ્રદાયના અાધારે ભેદભાવ કરવાની જગ્યા નથીઃ સલીમ ખાન

મુંબઈ: જાણીતા સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાનનું કેવું છે કે ભાષા, ધર્મ, જાતિ અને સંપ્રદાયના અાધારે ભેદભાવ ન થવા જોઈઅે. લોકપ્રિય અભિનેતા સલમાન ખાનના પિતાઅે ટ્વિટ કર્યું છે કે ફિલ્મ ઉદ્યોગ વહેંચાયેલો છે? બિલકુલ નહીં. ફિલ્મ ઉદ્યોગ એક એવી જગ્યા છે, જ્યાં ભાષા, ધર્મ, જાતિ અને સંપ્રદાયના અાધારે ભેદભાવ કરવા કોઈ જગ્યા નથી.

સલીમ ખાનનું માનવું છે કે અા ઉદ્યોગમાં પ્રતિભા અને ક્ષમતાનું મહત્ત્વ છે. સલીમે અે વાત પણ શેર કરી છે કે બોલિવૂડની કેટલીક સેલિબ્રિટી પર્સનલ લાભ માટે રાજકીય દળો સાથે જોડાય છે. તેમણે કહ્યું કે જો તેમની ફિલ્મ સફળ રહેશે તો તેઅો ખુશ થાય છે અને તેમના હરીફોની ફિલ્મ નિષ્ફળ જાય છે તો પણ તેઅો ખુશ થાય છે.

સલીમની અા ટિપ્પણી કેટલાક સમૂહ દ્વારા કરણ જોહરની ફિલ્મ “એ દિલ હૈ મુ‌િશ્કલ’ને નિશાન બનાવ્યા બાદ અાવી છે. િફલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનના કામ કરવાના કારણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને કેટલાક સમૂહ દ્વારા ફિલ્મને રિલીઝ નહીં થવા દેવાની ધમકી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં ૧૮ સપ્ટેમ્બરે થયેલા અાતંકવાદી હુમલામાં ૧૯ ભારતીય જવાન શહીદ થયા છે. ભારતે અા હુમલા માટે પાકિસ્તાન પર અાક્ષેપ કર્યો અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના સંબંધો ખરાબ થવા લાગ્યા.

You might also like