આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી પહેલા કોઇ વાતચીત નહી : ડોભાલ

નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ભારતનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે પાકિસ્તાન સાથે હાલ કોઇ પ્રકારની વાતચીત કરવામાં નહી આવે. તેણે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન પઠાણકોટ આતંકવાદી હૂમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહી કરે ત્યાં સુધી કોઇ વાતચીતની શક્યતાઓ નથી. ડોભાલનું એવું પણ કહેવું છે કે ભારત પઠાણકોટ મુદ્દે થયેલી કાર્યવાહીથી સંતુષ્ટ નથી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે બંન્ને દેશો વચ્ચે યોજાનારી વિદેશ સચિવ સ્તરની મંત્રણાને રદ્દ નથી કરવામાં આવી, પરંતુ તેની તારીખ હજી સુધી નક્કી નથી.
પઠાણકોટ હૂમલામાં નોર્થ બ્લોકમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઇ હતી. જેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, એનએસએઅઝીત ડોભાલ, આઇબી ચીફ, રોચીફ અને અર્ધસૈનિક દળોનાં ડીજીએ ભાગ લીધો હતો.એક સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે આ પ્રકારનાં કિસ્સાઓમાં વાણીવિલાસ મુદ્દે આપણે ફ્રાંસ પાસેથી શિખવાની જરૂર છે. જ્યાં હૂમલા બાદ કોઇ જ રાજનીતિક પાર્ટીએ સરકારની આલોચનાં કરી નહોતી. તે ઉપરાંત તેમણે જણાવ્યું કે સુરક્ષાદળોનાં કારણે જ પઠાણકોટ એરબેઝ પર હૂમલોકરવા માટે આવેલા છ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. તેમણે જો કે સ્વિકાર્યું કે ગુપ્તચર તંત્રની નિષ્ફળતાનાં સ્વરૂપ આ હૂમલો હતો. તેમ છતા તેમણે તે પણ કહ્યું કે આની આલોચનાં કરવી ભારતીય સૈન્યનાં આત્મવિશ્વાસ પર પ્રહાર છે.

You might also like