નો-પાર્કિંગમાં પોલીસ પાર્કિંગ

અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં ખાસ માનતા નથી. પોલીસ કર્મચારીઓ પણ તેમાંથી બાકાત નથી. ભાગ્યે જ કોઈ પોલીસ કર્મચારી હેલ્મેટ પહેરીને ટુ-વ્હીલર ચલાવતા જોવા મળે છે. પોલીસની પીસીઆર વાન સહિતની ગાડીઓ પણ ક્યારેક ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઊભી રાખી દેવાય છે. ખાડિયા પોલીસ સ્ટેશનની બહાર નો-પાર્કિંગની સાઈનનું બોર્ડ છે… ત્યાં જ પોલીસ કર્મચારીઓએ બાઈક પાર્ક કરી દીધાં છે.

You might also like