જો ગાડી હશે પોલ્યુશન ફ્રી, તો હવે પાર્કિંગ ફીમાંથી છૂટકારો!

દિલ્હીમાં ટ્રાફિક જામ અને તેનાથી થતા પોલ્યુશનને ઘટાડવા માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જે ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી તૈયાર કરી છે, તે હેઠળ પોલ્યુશન ફ્રી ગાડિયોને પાર્કિંગ ફીમાં રાહત આપવામાં આવશે. પાર્કિંગ ફીમાં અપાતી આ રાહત કેટલી હશે તેની પર એક નવેમ્બરે ઉપરાજ્યપાલ સાથે થતી મિટિંગમાં એક સિનિયર અધિકારીનું કહેવું છે કે ૧૦ ટકા વધુ ઇન્સેન્ટિવ આપવાનું પ્લાનિંગ છે. અંતિમ ફેંસલો મિટિંગ બાદ લેવાશે. મિટિંગમાં પાર્કિંગ પોલિસીના ૧૦ એજન્ડા પર વિચાર કરવામાં આવશે.

ઉપરાજ્યપાલે પાર્કિંગ પોલિસી બનાવવા જે કમિટી બનાવી છે તેણે ટ્રાફિક જામની સમસ્યાને ખતમ કરવા પોલિસીમાં ૧૦ વસ્તુઓ સામેલ કરવાનો પ્લાન બનાવાયો છે. ક્લીન ગાડીઓને પાર્કિંગ ફ્રીમાં ઇન્સેન્ટિવ આપવાનું પણ પ્લાન છે. આ ઇન્સેન્ટિવ ૧૦થી ૨૦ ટકા હોઈ શકે છે. જેથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય અને પોલ્યુશન લેવલ ઘટી શકે.

આ પોલિસીમાં રોડ ટેક્સમાં વધારો કરવાનો પણ પ્લાન છે. અધિકારીઓનું કહેવું છે કે દર વર્ષે ગાડીઓની સંખ્યા વધતી જાય છે. તેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે. આ સમસ્યાને કંટ્રોલ કરવા માટે રોડ ટેક્સ વધારવા પર વિચાર કરવામાં આવશે, જેથી રોડ ટેક્સ વધવાથી ઓછા લોકો ગાડીઓનું રજિસ્ટ્રેશન કરાવે અને દિલ્હીમાં ગાડીઓની સંખ્યા ઘટાડી શકાય.

આ ઉપરાંત મિટિંગમાં બેઝ પાર્કિંગ ફ્રી અને મલ્ટિલેવલ પાર્કિંગ ફી પણ નક્કી કરાશે. ડ્રાફ્ટ ક્વોલિટીમાં પહેલીવાર ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે એક વિશેષ ડિઝાઈન અનુસાર દિલ્હીમાં મલ્ટી લેવલ અને સ્ટેક પાર્કિંગ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો છે. દિલ્હીમાં પાર્કિંગ બનાવવા માટે તમામ ગવર્નમેન્ટ એજન્સીઓએ આ ડિઝાઈન અનુસાર પાર્કિંગ તૈયાર કરવું પડશે.

દિલ્હીમાં પાર્કિંગ બનાવવા માટે તમામ ગવર્નમેન્ટ એજન્સીઓને આ ડિઝાઈન અનુસાર જ પાર્કિંગ તૈયાર કરવું પડશે જેથી ઓછી સ્પેસમાં વધુ ગાડીઓને પાર્ક કરી શકાય. આ ઉપરાંત પાર્કિંગ પ્લાન અને પાર્કિંગ ટેન્ડરની ગાઈડ લાઈન પર પણ મિટિંગમાં વિચાર કરાશે.

You might also like