બ્રિટિશ શાહી પરિવારમાં કોઈ પણ વ્યક્તિ રાજા કે રાણી બનવા ઇચ્છતી નથી

લંડન: બ્રિટનના પ્રિન્સ હેરીનું કહેવું છે કે શાહી પરિવારમાં કોઈ પણ વ્યક્તિ રાજા કે રાણી બનવા ઇચ્છતી નથી. તેણે ૧૯૯૭માં પોતાની માતા રાજકુમારી ડાયનાની અંતિમયાત્રા દરમિયાન ખુદને જબરદસ્તી ચલાવાયાના નિર્ણયની પણ ટીકા કરી હતી.

૩૨ વર્ષીય હેરી બ્રિટિશ સિંહાસનના પાંચમા નંબરના દાવેદાર છે. અમેરિકી મેગેઝિન ન્યૂઝ વીકને અાપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિન્સ હેરીઅે ખૂલીને વાત કરી હતી. હેરીઅે કહ્યું કે અમે અા બધું અમારા માટે નહીં, પરંતુ લોકો માટે કરીઅે છીઅે. શું શાહી પરિવારમાં કોઈ રાજા કે રાણી બનવા ઇચ્છે છે? મારા ખ્યાલથી કોઈ નહીં, પરંતુ અમે યોગ્ય સમયે અમારી જવાબદારી ભજવીશું.

રાજતંત્ર સારાઇ માટે એક તાકાત છે. અમે તેના જાદુને ઘટાડવા ઇચ્છતા નથી. બ્રિટિશ જનતા અને સમગ્ર વિશ્વને તેની જરૂર છે. પ્રિન્સ હેરીઅે ૨૦ વર્ષ પહેલાંના અા સમયને યાદ કર્યો. જ્યારે તેને રાજકુમારી ડાયનાની અંતિમયાત્રામાં જબરદસ્તી સામેલ થવું પડ્યું હતું.

પ્રિન્સે કહ્યું કે મારી માતા મૃત્યુ પામી હતી અને મારે તેના કફનની પાછળ હજારો લોકોની ભીડની સાથે ચાલવું પડ્યું હતું. હજારો લોકો ત્યાં પ્રત્યક્ષ અને કરોડો લોકો મને ટીવી પર જોઈ રહ્યા હતા. મને લાગતું નથી કે કોઈ પણ બાળક ગમે તેવી પરિસ્થિતિમાં પણ અામ કરવા ઇચ્છશે.

અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ સાથે ચાલી રહેલા પ્રેમસંબંધો અંગે પ્રશ્ન પુછાતાં પ્રિન્સ હેરીઅે તેની પર્સનલ જિંદગીમાં ઝાંખવા બદલ મીડિયાની ટીકા કરી હતી. ઇન્ટરવ્યૂમાં તેણે અેમ પણ કહ્યું કે હું અાખી દુનિયાનું ધ્યાન મારી તરફ અાકર્ષિત કરવાના બદલે સામાન્ય જિંદગી જીવવા ઇચ્છું છું.

રાજા બની ગયા બાદ પણ તે પોતાની વસ્તુઅો જાતે જ ખરીદવા ઇચ્છે છે. િપ્રન્સ હેરીઅે એમ પણ કહ્યું કે ક્યારેક મને લાગ્યું કે હું સોનાના વાસણમાં કેદ કરેલી માછલી છું, જોકે હવે મેં બેલેન્સ કરવાનું શીખી લીધું છે.
http://sambhaavnews.com/

You might also like