જાણો કેમ આ મંદિરમાં રાત્રે કોઈ જતું નથી, જાય તો થાય છે મોત!

સામાન્ય રીતે તો રાત્રે મંદિરો બંધ જ થઈ જાય છે, પરંતુ ઘણા મંદિરોમાં રાત્રે ભજન-કીર્તનો પણ થતા હોય છે, એવા સમયે મંદિર ખુલ્લુ રખાતું હોય છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક એવું પણ મંદિર છે, જ્યાં રાત્રે જઈ શકાતું નથી. એટલું જ નહીં તમને સાંભળીને નવાઈ લાગશે કે આ મંદિરમાં રાત્રે રોકાય તેનું મૃત્યુ થઈ જાય છે.

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટા પહાડી પર સ્થિત શારદા માતાનું મંદિર આવેલું છે, જેને મેહર માતા મંદિર તરીકે પણ ઓળખાય છે. મેહરનો અર્થ થાય છે માતાનો હાર. આ મંદિર વિશે એવી કથા પ્રચલિત છે કે, જ્યારે ભગવાન શંકર સતિ માતાના સળગતા દેહને પોતાના ખભા પર લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેઓ ગુસ્સામાં હતા અને તાંડવ કરવા લાગ્યા હતા.

ભગવાન મહાદેવના ગુસ્સાને શાંત કરવા માટે અને બ્રહ્માંડની ભલાઈ માટે ભગવાન વિષ્ણુએ સતીના શરીરના 52 ભાગ કર્યા હતા, જેમાંથી શક્તિપીઠો બની હતી. એ કથા પ્રમાણે આ મંદિરમાં માતાજીનો હાર પડ્યો હતો, જેના કારણે આ મંદિરનું નિર્માણ મેહર માતા તરીકે થયું હતું.

આ મંદિર માટે એવી લોકવાયકા પ્રચલિત છે કે, આ મંદિર રોજ રાત્રે બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અહીં રોજ રાત્રે આલ્હા અને ઉદલ નામના બે ચિરંજીવી દર્શન કરવા આવે છે અને આ લોકો મંદિરમાં રોકાઈ માતાજીની પૂજા અર્ચના કરે છે. એવા સમયે જો કોઈ મંદિરમાં જાય તો તેનું મૃત્યુ થઈ જાય છે.

લોકવાયકા પ્રમાણે આલ્હા અને ઉદલ નામના બે શખ્સોએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ કર્યું હતું. આ બંને શારદા માતાના ભક્ત હતા. આ બંને લોકોએ શારદા માતાનું મંદિર જંગલમાંથી શોધ્યું હતું અને 12 વર્ષો સુધી તપ કરી તેમને માતાને પ્રસન્ન કરી હતી. શારદા માતાએ આ બંનેને પ્રસન્ન થઈ અમરત્વનું વરદાન આપ્યું હતું. આ મંદિરની પાછળ એક તળાવ આવેલું છે, જેનું નામ આલ્હા તળાવ છે. તળાવથી 2 કિમી દૂર એક અખાડો છે, જ્યાં આલ્હા અને ઉદલ કુશ્તી કરતા હતા.

You might also like