ગ્લેમર વગરની ભૂમિકા સામે વાંધો નથીઃ કંગના

ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી સફળતાના શિખર પર પહોંચેલી કંગના રાણાવત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચૂકી છે. તે ઓછી ફિલ્મો કરે છે, પરંતુ તે સફળ રહે છે. અાજે પણ તેની પાસે ઘણી સારી ફિલ્મો છે. તે વિશાલ ભારદ્વાજની પિ‌િરયડ ડ્રામા ફિલ્મ ‘રંગૂન’ કરી રહી છે, તેમાં તે શાહિદ કપૂર અને સૈફ અલી ખાન સાથે જોવા મળશે. અા ફિલ્મ એક ઝનૂની પ્રેમકહાણી છે, જે ભારતીય ઈતિહાસ પર અાધારિત છે. અા ઉપરાંત તે કેતન મહેતાની ‘રાણી લક્ષ્મીબાઈ’ અને હંસલ મહેતાની ‘સિમરન’ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તે પૂર્વ અભિનેત્રી મીનાકુમારીના જીવન પર અાધારિત તિગ્માંશુ ધુલિયાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

પહેલાં ‘ક્વીન’ બાદમાં ‘રિવોલ્વર રાણી’ અને હવે ‘સિમરન’ ફિલ્મમાં બેંક ચોરની ભૂમિકા ભજવતી કંગના કહે છે કે હું વિવિધ પ્રકારના રોલ કરવામાં માનું છું. ‘સિમરન’માં હું અમેરિકામાં ભારતીય મૂળની બેંક ચોરની ભૂમિકા ભજવી રહી છું. અા ફિલ્મ સંદીપ કૌર પર અાધારિત છે, તેમાં અમેરિકાના ત્રણ સ્ટેટમાં ચોરી થઈ હતી. તમને યાદ હશે કે થોડા સમય પહેલાં યુએસમાં એક મહિલા બેંક ચોરની વાત સામે અાવી હતી, જે બોમ્બશેલ બેન્ડિટના નામે ઓળખાય છે. ગ્લેમરસ અભિનેત્રી હોવા છતાં ગ્લેમર વગરની અાવી ભૂમિકાઓ ભજવવા અંગે કંગના કહે છે કે મને સારું પ્રદર્શન કરવું ગમે છે. યોગ્ય પ્રદર્શનનો મોકો મળે તો હું કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવવા તૈયાર છું. •

You might also like