આરબીઆઇનો નિર્દેશ, સેવિંગ્સ એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ પર નોન મેન્ટેનન્સ ચાર્જ નહીં

આરબીઆઇએ બેન્કોને નિર્દેશ કર્યો છે કે કસ્ટમરના બચત ખાતામાં ઝીરો બેલેન્સ પર હવે નોન મેન્ટેનન્સ ચાર્જ લગાવામાં આવશે નહીં. ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા બેન્કોને આ અંગે નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બચત ખાતામાં બેન્કોએ ન્યૂનતમ બેલેન્સ નક્કી કર્યું છે. બેલેન્સ ઓછુ થવાના કારણે બેન્ક એકાઉન્ટ મેન્ટેનન્સ ન રાખી શકવાના કારણે કસ્ટમર પાસેથી ચાર્જ લેવામાં આવતો હતો. બચત ખાતામાં શૂન્ય બેલેન્સ હોય તો પણ બેન્ક ચાર્જ લગાવતી હતી.

જેના કારણે ખાતામાં નેગેટીવ બેલેન્સ થઇ જતું હતું. નિયમ અનુસાર આ નિયમનું પાલન ગત વર્ષથી કરવાનું હતું પરંતુ હજુ પણ ઘણી બધી બેન્કો કસ્ટમર પર નોન મેન્ટેનન્સ ચાર્જ લગાવતી હતી. આરબીઆઇના જણાવ્યા અનુસાર કોઇ બેન્ક એકાઉન્ટ બેલેન્સને નેગેટીવ કરે છે તો કસ્ટમર બેન્કિંગ લોકપાલમાં ફરિયાદ કરી શકે છે.

અત્યાર સુધી સામે આવેલા મામલાઓમાં સૌથી વધુ ત્યારે બને છે કે જ્યારે કોઇ કસ્ટમર પોતાની જોબ બદલે છે અને સેલેરી એકાઉન્ટમાં પૈસા આવતા બંધ થઇ જાય છે. સૌથી વધુ સેલેરી એકાઉન્ટમાં બેન્ક સુવિધા આપતી હોય છે, પરંતુ ત્યારે ન્યૂનતમ બેલેન્સની કોઇ શરતો હોતી નથી એટલે કે સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ હોય તો પણ ચાલતું હોય છે.

પરંતુ જ્યારે જોબ બદલાઇ જાય છે ત્યારે બેન્ક તે એકાઉન્ટને સેવિંગ્સમાં ટ્રાન્સફર કરી દેતા તેમાં ન્યૂનતમ બેલેન્સ રાખવું પડતું હોય છે. જેના કારણે ઘણી વાર કસ્ટમરોનું બેલેન્સ નેગેટીવ થઇ જતું હોય છે અને જ્યારે તે પૈસા જમા કરાવે છે ત્યારે નેગેટીવ બેલેન્સના કારણે પૈસા આપોઆપી કપાઇ જતા હોય છે.

You might also like