NEET નહીં, ગુજકેટ લેવાશે, જરૂર પડે સુપ્રીમ કોર્ટ લડશે નીતિન પટેલ

અમદાવાદઃ NEETની પરીક્ષા મામલે વાલીઓએ ભાજપ કાર્યાલય અને સવર્ણિમ સંકુલ ખાતે હોબાળો કર્યો હતો. ત્યારે વાલીઓના રોષને જોતાં સરકારે પણ વિદ્યાર્થીઓના હિત માટે સુપ્રીમ કોર્ટમાં લડી લેવા તૈયાર બતાવી છે. સરકાર ગુજરાતી ભાષામાં ગુજકેટ લેવા માંગે છે ત્યારે વાલીઓના હોબાળા બાદ સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વાલીઓને હૈયાધારણા આપ્યું હતું કે  ગુજકેટની મુલતવી રાખવામાં આવેલી હોલ ટિકીટ આપી દેવામાં આવશે. ગુજરાતી ભાષામાં ગુજકેટ જ લેવાશે અને જરૂર પડશે તો આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ લડી લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ 5મી મેના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી હોલ ટિકીટ મળી રહેશે. જ્યારે  6મેના રોજ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકાશે. ઉલ્લેખનિય છે કે નીટ પરીક્ષા સામે અમદાવાદના વાલીઓ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન નીટને વધુમાં વધુ બે વર્ષ અથવા એક વર્ષ પાછી ઠેલવાની અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમે  સુનાવણીમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે આ સંદર્ભે જવાબ માગ્યો હતો અને વધુ સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે.

 

 

 

You might also like