મહાપુરુષોના નામ પર રજાની પરંપરા બંધ થવી જોઇએ: યોગી

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ શુક્રવારે લખનઉમાં બાબા સાહેબ આંબેડકરને એમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન એમણે કહ્યું કે મહાપુરુષોના નામ પર શાળાઓમાં રજાઓની પંરપાર બંધ થવી જોઇએ.

યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર કહે છે કે 220 દિવસ શાળાઓ ચાલવી જોઇએ અને આજના દિવસે લગભગ એ આંકડો 120 સુધી પહોંચી ગયો છે અને મને લાગે છે કે આ પરંપરા ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે શાળાઓ ખોલવા માટે અથવા કાર્યદિવસ માટે એક પણ દિવસ બચશે નહીં. એટલા માટે આ પંરપરા બંધ કરાવો, જે દિવસે જે મહાપુરુષ જયંતિ છે પુણ્યતિથી છે એ દિવસે એમના નામનું કલાક, દોઢ કલાક કે બે કલાક સુધી કોઇ કાર્યક્રમ રાખો. જેના કારણે એ મહાપુરુષ વિશે એ લોકા જાણી શકે.

લખનઉમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સીએમ યોગીએ આજે આ મોટી વાત કહી. યોગીએ આ બહાને વિપક્ષ પર નિશાન પણ સાધ્યું. માયાવતીએ આંબેડકર જયંતિ પર યૂપીમાં રજાઓની શરૂઆત કરી અને એ પરંપરા અખિલેશએ પણ ચાલુ રાખી.

http://sambhaavnews.com/

You might also like