લગ્ન માટે નથી કોઈ પુરૂષ, જાણો ક્યા આવ્યુ છે આ ગામ……

એક એવુ ગામ જે ગ્રીકની પૌરાણિક કથાઓ જેવુ છે. આ કથાઓમાં પહાડો વચ્ચે નાનુ ગામ છે અને અહી રહેનાર મહિલાઓને એક સારા પ્રેમીની શોધ છે. લગભગ આ ગામની વાત પણ કઈંક એવી જ છે…જાણો આ અનોખા ગામ વિશે…..


આ વાત છે બ્રાઝીલના નોઈવા દો કોરડેએરો કસ્બાની, 600 મહિલાઓ વાળા આ ગામમાં અવિવાહિત પુરૂષોનુ મળવુ ખુબ મુશ્કેલ છે, આ કારણોસર આ ગામની મોટાભાગની છોકરીઓ અવિવાહિત જીવન પસાર કરી રહી છે. લગ્ન માટે અહીંની છોકરીઓની શોધ અધુરી છે. આમતો અહિના પુરૂષો કામ માટે શહેરોમાં રહે છે, જ્યારે આખા ગામની જવાબદારી આ મહિલાઓના ખભા પર છે, આ મહિલાઓને તે દરેક કામ કરવા પડે છે જેને કરવા માટે પરૂષ જેટલી શક્તિની જરૂરીયાત હોય છે.

કસ્બામાં આવી 600 મહિલાઓ રહે છે, તમને જાણીને આશ્ચર્ય લાગશે કે આમાથી મોટાભાગની મહિલાઓની ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચેની છે. કસ્બામાં પરણેલા પુરૂષ છે કાં તો સગાસબંધી. આ પરૂષોમાં મોટાભાગે સબંધમાં તે મહિલાઓના ભાઈ છે. અહીં રહેનાર દરેક છોકરી પ્રેમ અને લગ્નના સપના જરૂર જોવે છે, પણ એના માટે પણ તેમની શરત છે.

આ મહિલાઓ કોઈ પણ કિંમતે આ કસ્બાને છોડીને જવા માંગતી નથી. તેઓ ઈચ્છે છે કે લગ્ન બાદ તે પોતાના પતિ અને પરિવાર સાથે પોતાનુ જીવન અહિ જ વિતાવે. લગ્નબાદ તેનો પતિ પણ આ કસ્બામાં આવીને રહે અને કસ્બાના નિયમો કાયદાઓનું પાલન કરે.

એવુ પણ નથી કે આ કસ્બાની દરેક મહિલા કુંવારી છે, કસ્બામાં કેટલીક મહિલાઓ એવી પણ છે જે વૈવાહિક જીવન વિતાવી રહી છે. પણ તેમના પતિ અને 18 વર્ષથી મોટી ઉંમરના દીકરાઓ કામ માટે કસ્બાથી દુર શહેરમાં રહે છે. આ કારણે ખેતી થી લઈ દરેક કામ કસ્બાની મહિલાઓ સંભાળે છે.

 

આ ગામની સૌથી મોટી ખાસિયત દરેક મહિલાનો સંપ છે. આજના યુગમાં મહિલાઓનુ એક સાથે રહેવુ કેટલુ મુશ્કેલ છે તે તમે સમજી શકો છો. પણ આ મહિલાઓ ખાલી રહેવુ જ નહી, ખાવુ-પીવુ, એક જગ્યા પર એકઠા થઈ ટીવી પ્રોગ્રામ પણ જોવાનો પસંદ કરે છે.

આજે સમગ્ર દુનિયામાં આ કસ્બાની ઓળખ મજબુત મહિલા સમુદાયને કારણે છે, આ કસ્બાને મારિયા સેનહોરિનહા ડી લીમા એ વસાવ્યો હતો.કહેવામાં આવે છે કોઈ કારણોસર 1891માં પોતાના ચર્ચ અને ઘરથી કાઢી મુકવામાં આવ્યા હતા.

જ્યાર બાદ 1940માં એનીસિયો પરેરા નામના એક પાદરીએ અહીં વધતા સમુદાયને જોઈને અહીં એક ચર્ચની સ્થાપના કરી હતી. એટલુ જ નહી તેમણે અહી રહેનાર લોકો માટે દારૂ ન પીવા, સંગીત ન સાંભળવા અને વાળ ન કપાવવા જેવા જાત-જાતના કાયદાઓ બનાવ્યા, 1995મા પાદરીના મોત બાદ અહીની મહિલાઓએ નિયમ કર્યો કે હવે તેઓ ક્યારેય એક પુરૂષોના બનાવાયેલા કાયદા પર નહી ચાલે, બસ ત્યારથી જ અહીં મહિલાઓનુ વર્ચસ્વ છે.

You might also like