ગર્ભાવસ્થા દરમિયાન માંસ ભક્ષણ અને સેક્સથી દુર રહેવાની સલાહથી વિવાદ

નવી દિલ્હી : આયુષ મંત્રાલયે ગર્ભસ્થ મહિલાઓ માટે એક બુકલેટ બહાર પાડી છે. જેના મુદ્દે હવે ફરી વિવાદ ચાલુ થઇ ગયો છે. જેમાં ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્તા ધરમિયાન શારીરિક સંબંધ બનાવવા અને માંસના સેવનથી બચવા માટેની સલાહ આપવામાં આવી છે. જેમાં બુરી સંગતીથી દુર રહેવા ઉપરાંત આધ્યાત્મિક વિચાર રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે.

જો કે ડોક્ટર્સનું કહેવું છે કે માંસનાં સેવનથી ગર્ભાવસ્તા દરમિયાન કોઇ તકલીફ પડતી નથી. માંસના સેવાનથી પ્રોટીન અને આયરન મળે છે. જો ગર્ભાશયમાં કોઇ તકલીફ ન હોય તો સેક્સ કરવામાં પણ કોઇ સમસ્યા નથી. બુકલેટમાં સલાહ અપાઇ છે કે મહિલાઓ ગર્ભાવસ્તા દરમિયાન મહાન લોકોની વાર્તાઓ સાંભળે, ગુસ્સો ન કરે અને ખરાબ લોકોની સંગતથી દુર રહે.

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યોગ એન્ડ નેચુરોપથીની મધર એન્ડ ચાઇલ્ડ કેર નામની આ બુકલેટ હાલમાં જ આયુષ મંત્રી શ્રીપાદ નાઇકે બહાર પાડી હતી. કાઉન્સિલનાં ડાયરેક્ટર ડૉ. ઇશ્વર આચાર્યએ કહ્યું કે આ બુકલેટમાં ગર્ભવતી મહિલાઓએ યોગ, આહાર અને દૈનિક દિનચર્ચા અંગે કેટલીક સલાહ આપવામાં આવી છે. આ તમામ સલાહ મરજીયાત છે જેમને પસંદ આવે તે કરી શકે છે.

You might also like