‘ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવો કોઇ ગુનો નથી’

કેરલ હાઇ કોર્ટે કહ્યુ કે, ગાડી ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવાથી એક્સિડન્ટ થાય છે અથવા તેનાથી કોઇને નુકસાન થાય છે આ વાત ન કહી શકાય કારણ કે તેના માટે કોઇ ફાયદો નથી. ડિવિઝન બેંચના જસ્ટિસ એ.એમ.શરીફ અને જસ્ટિસ પી. સોમરાજને આ ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સંતોષ એમ.જે. તરફથી બેન્ચ સમક્ષ આ બાબતે PIL દાખલ કરવામાં આવી હતી.

અરજી કરનાર વ્યક્તિ ગયા વર્ષે 26 એપ્રિલના રોજ સાંજે ગાડી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તે મોબાઈલ ફોન પર વાત પણ કરી રહ્યો હતો. આ કારણોસર તેને પકડવામાં આવ્યો હતો. સિંગલ બેન્ચે જોયું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી મોટર વેહિકલ એક્ટના સેક્શન 118(E) અંતર્ગત ગુનો છે.

જે પછી મામલા ડિવિઝનલ બેન્ચ સમય આવ્યો કારણ કે સિંગલ બેન્ચે 2012માં અબ્દૂલ લતીફ vs કેરળ રાજ્ય કેસમાં જસ્ટિસ એસ.એસ.સતીશચંદ્રનના આદેશ વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો હતો.

2012ના નિર્ણયમાં જસ્ટિસ સતીશ ચંદ્રે કહ્યુ કે, એક્ટ ના સેક્શન 118(E)માં )માં ક્યાંય પણ કહેવામાં નથી આવ્યું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુનો છે. તેમણે કહ્યું કે આ એક્ટના સેક્શન 184માં કહેવામાં આવ્યું છે કે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ખતરનાક છે.

સેક્શન 118Eમાં આવતા ગુના દંડનીય છે, જેમાં 3 વર્ષ સુધીની જેલ અથવા 10,000 રુપિયા દંડ અથવા બન્નેની જોગવાઈ છે. સેક્શન 184માં 6 મહિના સુધીની જેલ અથવા 1000 રુપિયા દંડ અથવા બન્નેની જોગવાઈ છે.

બે સિંગલ બેન્ચના અલગ અલગ આદેશોને ધ્યાનમાં રાખીને ડિવિઝન બેન્ચે સુનાવણી કરી. તેમણે સુપ્રીમ કોર્ટના એમ.નારાયણ vs કેરળ રાજ્યના રેફરન્સથી કહ્યું કે, જો કોઈ ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરે છે તો તેના પર 118(E) સેક્શનની કલમ નહીં લાગે. બેન્ચે જસ્ટિસ સતીશચંદ્રનના ચુકાદાને યોગ્ય માન્યો.

You might also like