ડીડીસીએ: તપાસ આયોગના રિપોર્ટમાં જેટલીનો ઉલ્લેખ નહીં

નવી દિલ્હી : ઉલ્લેખનીય છે કે દિલ્હી સચિવાલયમાં સીબીઆઇના દરોડાને લઇને કેજરીવાલની સરકારે નાણાં પ્રધાન અરુણ જેટલી પર હલ્લાબોલ કર્યું હતું. પરંતુ, ડીડીસીએમાં કથિત કૌભાંડની તપાસ માટે આપ સરકાર તરફથી તપાસ આયોગ નિમવામાં આવ્યું હતું. તાપસ પંચના રિપોર્ટમાં ડીડીસીએ કૌભાંડમાં અરુણ જેટલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કેજરીવાલ સરકારે ડીડીસીએ કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર અને આર્થિક અનિયમિતતાની તપાસ અંગે આયોગની રચના કરી હતી. તપાસ સમિતિના રિપોર્ટમાં અરુણ જેટલી દ્વારા કોઇ છેતરપિંડી અથવા કોઇપણ પ્રકારનું ખોટુ કામ કર્યો હોવાની કોઇ વાત કરવામાં આવી નથી. 247 પાનાના રિપોર્ટમાં સ્ટેડિયમમાં કોર્પોરેટ બોક્સ વગેરેના નિર્માણમાં આર્થિક અનિયમિતતાની વાત સ્વીકારવામાં આવી છે. પરંતુ અરુણ જેટલીના કાર્યકાળમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ થઇ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

You might also like