યોગીરાજમાં ગેંગસ્ટરોનાં ખરાબ દિવસ : જેલમાં આંતરિક બદલી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં સત્તા પરિવર્તનનાં કારણે ઘણી વસ્તુઓમાં ફેરફાર થયા છે. કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકારે ઘણી સક્રિયતા દાખવી છે. ગત્ત કેટલાક દિવસોમાં યૂપીની જેલોમાં રહેલા લગભગ ચાર ડઝન માફીયાઓ, ખુંખાર ગુનેગારો અને સજા ભોગવી રહેલા ગુનેગારોને રાજ્યની બીજી જેલોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે.

બસપા ધારાસભ્યો અને માફિયા મુખ્યાર અંસારી બાદ હવે માફિયા મુન્ના બજરંગી અને અતીક અહેમદની જેલ બદલી દેવામાં આવી છે. ગેંગસ્ટર મુન્ના બજરંગીને ઝાંસીથી લગભગ 500 કિલોમીટર દૂર પીલીભીતી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. અતીક અહેમદને અલ્હાબાદથી સેંકડો કિલોમીટર દુર દેવારિયા જેલ મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્તાર અંસારીને પહેલા જ લખનઉ જેલથી બાંદા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.

યુપીના આ ખુંખાર ગુંડાઓનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે. ગુનેગારો હવે તેની ફરિયાદ પણ કરી રહ્યા છે. ઉદાહરણ માટે યુપી વિધાનસભામાં વિધાયક બન્યા બાદ શપથ લેવા માટે પહોંચેલા મુખ્તારે કહ્યું કે એક કેન્દ્રીય મંત્રી તેમની હત્યા કરાવી શકે છે. તેના કાવત્રાને ધ્યાને રાખી તેને લખનઉથી બીજી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

You might also like