PMOને પણ નથી ખબર કે નોટબંધી મુદ્દે કોની સાથે ચર્ચા થઇ

નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નું કહેવું છે કે તેને આ અંગે કોઇ માહિતી નથી કે 8 નવેમ્બર, 2016એ લાગુ કરાયેલ નોટબંધીના નિર્ણયને અમલમાં લાવતા પહેલા આ અંગે કયા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ પીએમઓએ માહિતીનાં અધિકારના હેઠળ મંગાયેલા સવાલનાં જવાબને આપવાની મનાઇ કરી દીધી હતી કે 500 અને 1000ની જુની નોટો પર પ્રતિબંધ લગાવતા પહેલા કયા મુખ્ય આર્થિક સલાહકાર અને નાણામંત્રીનુ મંતવ્ય માંગવામાં આવ્યું હતું.

વડાપ્રધાન કાર્યાલયે પોતાનાં જવાબમાં કહ્યું કે આ સવાલ આરટીઆઇ કાયદા હેઠળ માહિતીની પરિષાભામાં નથી આવતો. આરટીઆઇના હેઠળ આ માહિતી માંગવામાં આવી હતી કે નોટબંધીના નિર્ણય પહેલા કયા અધિકારીઓનાં મંતવ્યો લેવામાં આવ્યા હતા. જેનં જવાબમાં પીએમઓએ ક્યું કે જે માહિતી માંગવામાં આવી છે તે આ કાર્યાલયનાં રેકોડ્રમાં ઉપલબ્ધ નથી.

માહિતીમાં તે પણ જાણકારી માંગવામાં આવી હતી કે શું સરકારે આ વિચાર કર્યો હતો કે 2 હજારની નોટ લાવવાથી એટીએમમાં સુધારની જરૂર હશે અને શું કોઇ અધિકારી કે મંત્રીએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અરજદાર તે પણ ઇચ્છી રહ્યા છે કે એવુ અનુમાન રેકોર્ડમાં હતું કે પ્રતિબંધ કરાયેલી નોટને નવી નોટમાં બદલવા માટે કેટલો સમય બાકી છે.

You might also like