હોટ સીન કે કિસીંગ સીન ક્યારેય નહીં..

ઉત્તેજક દૃશ્યો ભરેલી ‘હેટ સ્ટોરી-૩’ ખૂબ જ ચર્ચામાં રહી. નવીસવી કે ઓછી ચાલતી અભિનેત્રીઓ આવી ફિલ્મો કરવાની ના પાડતી નથી, પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એવી છે, જે ગમે તેટલા પૈસા મળે તો પણ ઇન્ટિમેટ સીન કે હોટ સીન અથવા વધુ પડતું અંગપ્રદર્શન કરવા તૈયાર નથી.

કેટલીક અભિનેત્રીઓ હોટ સીન આપીને તેને કેરેક્ટરની માગ ગણાવે છે તેમજ આમ કરવાને તેમનું પ્રોફેશન ગણાવે છે, જ્યારે કેટલીક અભિનેત્રીઓએ લવ મેકિંગ સીન કરવાની ચોખ્ખી ના જ કહી દીધી.

mahira-khan-1a
તેમાં સૌથી પહેલું નામ છે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનનું. તેણે શાહરુખ ખાનની ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી સાથે લવ મેકિંગ સીન નહીં, પરંતુ કિસિંગ સીન પણ આપવાની ના કહી દીધી, કેમ કે તેના દેશ અને સમુદાયમાં લોકો તેને સારી વાત ગણતા નથી. તે કહે છે કે આવા સીન કરવાથી તેણે પોતાના લોકોના રોષનો ભોગ બનવું પડશે.

 

 

 

fawad-khanઆ લાઇનમાં તેનો સાથી પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છે. ફવાદ ખાનની આગામી ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’માં તેની અને અભિનેત્રી આલિયા ભટ્ટની વચ્ચે એક ઇન્ટિમેટ સીન કરાવવાની યોજના હતી, પરંતુ તેણે આ બાબતનો ઇનકાર કર્યો. તેણે ઇનકાર કરવાની બાબતને પોતાની પર્સનલ મેટર પણ ગણાવી.

 

 

 

 

ali-zafar-0aપાકિસ્તાની અભિનેતા અલી જફરે પણ પોતાની ફિલ્મ ‘લંડન-પેરિસ-ન્યૂયોર્ક’ સમયે કિસિંગ ક્લોઝની વાત કરીને બધાંને ચોંકાવી દીધાં. તેણે કહ્યું કે ફિલ્મ સાઇન કરતી વખતે તેની સાથે માત્ર અભિનયનો કોન્ટ્રાક્ટ કરાયો છે, કિસ કરવાનો નહીં. તેના જણાવ્યા મુજબ કિસિંગ સીન કરવો અભિનયનો ભાગ નથી.

 

 

 

 

sonakshi-3બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની હિંમતને પણ દાદ દેવી પડે. તે એક એવી અભિનેત્રી છે, જે ફિલ્મ સાઇન કરતી વખતે જ પ્રોડ્યૂસર-ડિરેક્ટરને જણાવી દે છે કે તે કોઈ કિસિંગ સીન નહીં કરે અને બિકિની પણ નહીં પહેરે, જોકે કેટલાક લોકો એમ પણ કહે છે કે તે પોતાના ભારે શરીરના કારણે બિકિની પહેરતી નથી, પરંતુ તેણે આજ સુધી કોઈ કિસિંગ સીન કે ઇન્ટિમેટ સીન આપ્યા નથી. આ ખરેખર ખૂબ સારી બાબત ગણાય.

 

 

 

johnઆ લિસ્ટમાં એક નામ જોન અબ્રાહમનું પણ સામેલ થયું છે. આમ તો જોન અબ્રાહમે અત્યાર સુધી અઢળક ફિલ્મોમાં હોટ સીન આપ્યા છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘વેલકમ બેક’માં તેણે પોતાની અભિનેત્રી સાથે કિસિંગ સીનમાં સહજ ન હોવાની વાત જણાવીને હોટ કિસિંગ સીન કરવાનો ઇનકાર કર્યો. ત્યાર બાદ નિર્દેશક અનીસ બઝમીએ એ દૃશ્યને સામાન્ય કિસ અને રોમેન્ટિક અભિનય દ્વારા પૂરો કર્યો. સૂત્રો એમ કહે છે કે જોન અબ્રાહમ લગ્ન બાદ કોઈ પણ હોટ કે કિસિંગ સીન આપવાનો નથી.

 

 

 

Shahid-kapoorઆ વર્ષે દિલ્હીની કુડી સાથે લગ્ન કરનારા ચોકલેટી અભિનેતા શાહિદ કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે એવું કોઈ કામ નહીં કરે, જેનાથી તેની પત્ની મીરાં અસહજતા અનુભવે. તેથી તેણે પણ ‘નો કિસિંગ ક્લોઝ’ની દલીલ કરી. તેનો અર્થ એ કે જો તે કિસ કરવા ઇચ્છતો નથી તો તેને કોઈ કંઈ નહીં પૂછે.

You might also like