બળાત્કારીઓને નહીં મળે સરકારી યોજનાઓનાં લાભ, કાપી નંખાશે આંગળી: CM ખટ્ટર

ચંદીગઢઃ સગીર બાળકીઓની સાથે ગેંગરેપનાં આરોપીઓની વિરૂદ્ધ સખત કાયદો લાવનારા હરિયાણા સરકારે વધુ એક નિર્ણય ઉઠાવ્યો છે. હવે જો બળાત્કાર અથવા છેડછાડને લગતો જે પણ આરોપી હશે તેનાં કેસનો નિર્ણય આવવા સુધી રાજ્ય સરકાર પાસેથી તેઓને રાશન સિવાય મળી રહેલી દરેક સુવિધાઓ જેવી કે વૃદ્ધાવસ્થા અથવા દિવ્યાંગતા પેન્શન, વજીફા, ડ્રાઇવિંગ અને અસલહોનું લાઇસન્સ પણ નિલંબિત રાખવામાં આવશે.

આ સાથે જ કદાચ જો સજા મળે છે તો દોષીને મળી રહેલી તમામ સુવિધાઓ પણ ખતમ થઇ જશે અને જો તે નિર્દોષ સાબિત થશે તો દરેક સુવિધાઓ ફરીથી આપી દેવામાં આવશે. એટલું જ નહીં જો મહિલાની વિરૂદ્ધ પણ ગુનો સાબિત થશે તો તેને પણ સજા કરવામાં આવશે. આ મહત્વની જાહેરાત મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પંચકુલાનાં એક કાર્યક્રમ દરમ્યાન કરી હતી. હકીકતમાં તેઓ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણનાં વિષય પર આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતાં.

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે,”કોઇ પણ વ્યક્તિ જો માં-બહેન પર આંગળી ઉઠાવશે તો તેની આંગળી પણ કાપી નાંખવામાં આવશે. મહિલાઓની વિરૂદ્ધ ગુનો રોકવાનો અમારો આ નિર્ણય પાક્કો છે. મહિલાઓની સાથે થઇ રહેલા અત્યાચારને રોકવા માટે અનેક એવાં કડક નિર્ણયો ઉઠાવવાની આખરે જરૂરિયાત હતી પરંતુ આનાં પર કોઇ ગંભીરતાથી કામ નથી કરવામાં આવ્યું”

કાર્યક્રમનાં આયોજનમાં મુખ્યમંત્રી ખટ્ટરે દુર્ગા શક્તિ એપની શરૂઆત કરી. તેઓએ શાળાનાં બાળકોને સુરક્ષા આપવાનાં સંબંધમાં જાણકરી આપવા માટે તૈયાર કરવામાં આવેલ વિષય “મેરી સુરક્ષા મેરી જિમ્મેદારી”ને પણ લોન્ચ કરેલ છે.

સીએમએ આદેશ આપતાં જણાવ્યું કે, જો કોઇ બળાત્કાર પીડિતા સરકારી વકીલ સિવાય પણ પોતાનાં ભરોસે જો કોઇ વકીલ કરવા ઇચ્છે તો તેની ફી માટે 22 હજાર રૂપિયાની આર્થિક સહાયતા સરકાર તરફથી આપવામાં આવશે. બળાત્કાર અને છેડછાડનાં મુદ્દાઓનાં કેસ માટે નિરંતર તપાસની જોગવાઇ દરેક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે. રેપનાં એક કેસમાં એક મહીનામાં અને છેડછાડનાં કેસમાં 15 દિવસમાં આ અંગેની તપાસ ખતમ ન થાય તો તપાસ અધિકારી વિરૂદ્ધ એક્શન પણ લેવામાં આવશે.

You might also like