ઇવીએમ ટેમ્પરિંગ મુદ્દે કોંગ્રેસમાં તિરાડ : કર્ણાટક CMએ પણ આક્ષેપ નકાર્યા

બેંગ્લોર : દેશમાં એક તરફ જ્યારે ઇવીએમ ટૈમ્પરિંગનાં મુદ્દે ચર્ચા ચાલી રહી છે બીજી તરફ તેનાં મુદ્દે ઘણા નેતા સમર્થનમાં પણ છે. પંજાબનાં મુખ્યમંત્રી બાદ કેપ્ટન અમરિંદરસિંહ બાદ હવે એક વધારે કોંગ્રેસી નેતા એ પણ ઇવીએમ મશીન સાથે ટેમ્પરિંક શક્ય નથી.કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કહ્યું કે ઇવીએમ ટૈમ્પરિંગ કોઇ ઇશ્યું નથી. ઓછામાં ઓછું કર્ણાટકમાં તો બિલકુલ પણ નથી.

સિદ્ધરમૈયાએ કહ્યું કે, અણે નથી કહી શકતા કે ઇવીએમની સાથે ચૂંટણીમાં કોઇ પ્રકારની છેડછાડ થઇ છે. તેમણે નાનાજાંગુડ અને ગુંડલૂપેટ એસેમ્બલી સીટો પર થયેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસીઓ બીજી વખત જીતનું ઉદાહરણ પણ આપ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસે ઇવીએમ ટેમ્પરિંગની આશંકા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

રિપોર્ટસનાં સવાલોનાં જવાબમાં સીએમ સિદ્ધરમૈયાએ કહ્યું કે તેમણે પાર્ટી કાર્યકર્તાઓને પહેલાથી જ કહ્યું હતું કે ઇવીએમની યોગ્ય તપાસ થાય, કોઇ ગડબડ ન થાય તે માટે સતત નજર રાખે.

સિદ્ધરમૈયાએ ઇવીએણ ટેમ્પરિગની આશંકાને નકારતા કહ્યું કે ટેમ્પરિંગ શક્ય નથી. બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર ઇવીએમ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહી તેના મુદ્દે વિપક્ષે કેમ્પેઇન પણ ચલાવ્યું છે.

You might also like