પાક.ની ગુંલાટ : રૉ વિરુદ્ધ કોઇ જ પુરાવા નથી

નવી દિલ્હી : ભારતીય ગુપ્તચર એજન્સી બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહી છે તેવો પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો હતો. જો કે હવે પાકિસ્તાને જ આ મુદ્દે ગુલાંટ મારી છે. પાકિસ્તાનનું કહેવું છેકે આ વાતનાં સમર્થન માટે તેમની પાસે કોઇ પુરાવા નથી કે રો દ્વારા બલુચિસ્તાનમાં આતંકવાદી ગતિવિધીઓને સમર્થન આપવામાં આવે છે. સરતાજ અઝીઝે પોતાની ટીપ્પણી પર યુટર્ન લેતા કહ્યું કે પાકિસ્તાન પાસે રોની વિરુદ્ધ કોઇ જ પુરાવા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે અજીજ જ હતા જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરીય વાતચીત રદ્દ થયાનાં થોડા સમય પહેલા જ ત્રણ ડોસિયર લહેરાવતા ભારતની વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો હતો. બે મહિના બાદ હવે અજીજે પોતાનાં આ દાવા પર જ યુટર્ન લીધો છે. પાકિસ્તાનનાં વિદેશ મુદ્દાની કમિટી સમક્ષ ગુરૂવારે અજીજે કબુલ્યું કે ડોસિયરમાં માત્ર ભારતની સંડોવણીનો અહેવાલ છે, પરંતુ આ બાબતે કોઇ પુરાવા નથી. અજીજે કહ્યું કે ડોસિયરમાં બલૂચિસ્તાનમાં રોની ભુમિકાનો કોઇ પુરાવો નથી.
અજીજનાં આ યુટર્ન પર ભારતનાં સુરક્ષા તંત્રસાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે અમે પહેલાથી જ જાણતા હતા કે પાકિસ્તાનનો આશય માત્ર પ્રોપેગેન્ડા ઉભા કરવાનો છે. પાકિસ્તાન હંમેશા પોતે પીડિત હોવાનો દેખાવ કરવા માટે ભારતીય એજન્સીઓ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવતું રહે છે, પરંતુ આ અંગેનાં પુરાવા ક્યારે પણ તેની પાસે નથી હોતા.

You might also like