નોટબંધીની વિકાસદર પર કોઇ અસર નહી : ત્રીજી ટર્મમાં 7.1 ટકાનો વિકાસદર

નવી દિલ્હી : આર્થિક મોર્ચા પર મોદી સરકારને મોટી રાહત મળી છે. આશંકાની ઉલટ નોટબંધી નોટબંધીની દેશનાં વિકાસ દર પર અસર નથી પડી રહી. નાણાકીય વર્ષ 2016-17ની ત્રીજી ત્રિમાસિકમાં દેશનાં જીડીપી (સકલ ઘરેલુ ઉત્પાદ)નો ગ્રોથ રેટ 7.1 ટકા રહ્યું. આ આંકડો ઓક્ટોબરથી ડિસેમ્બર 2016ની વચ્ચેનું છે. ઉલ્લેખીય છે કે 8 નવેમ્બરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જુની નોટો ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.

આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં કેશની ભારે સમસ્યાનાં કારણે વિકાસદર પ્રભાવિત થવાનું અનુમાન લગાવાઇ રહ્યું હતું. કેન્દ્રીય સાંખ્યિકી સંગઠન (સીએજી) દ્વારા બહાર પડાયેલા આંકડાઓ અનુસાર ત્રીજા ત્રિમાસીક ગાળામાં જીડીપી 7.1 ટકાનાં દરથી વધ્યો હતો. જ્યારે તેના 6.1 ટકા રહેવાનું અનુમાન લગાવાયું હતું. મેન્યુફેક્ચરિંગ સેક્ટર 8.3 ટકાનાં દરથી વધ્યું જ્યારે અનુમાન 7.1 ટકાનું લગાવાયું હતું.

ચુંટણી પંચ પાસેથી પરવાનગી લીધા બાદ જીડીપીનાં આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કેટલીક શરતો સાથે તેને મંજુરી આપી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના કારણે હાલ આચાર સંહિતા લાગુ છે. નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા પર પડનારા પ્રભાવનાં મુદ્દે કેટલાક અર્થશાસ્ત્રીઓ નકારાત્મક ગણાવી રહ્યા હતા.

You might also like