વડાપ્રધાનની બેલ્જિયમ મુલાકાતમાં વિસ્ફોટ છતા પણ કોઇ ફેરફાર નહી

નવી દિલ્હી : બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ છતા પણ વડાપ્રધાનનાં કાર્યક્રમને કોઇ જ અસર નહી થાય.તે પોતાનાં નક્કી કાર્યક્રમ અનુસાર 30 માર્ચનાં રોજ બ્રસેલ્સ જશે. જ્યાં તેઓ ઇન્ડિયા ઇયૂ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બેલ્જિયમની આ અધિકારીક મુલાકાત છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે વિસ્ફોટોનાં કારણે વડાપ્રધાનની મુલાકાત પર કોઇ જ અસર નહી પડે. સ્વરૂપે જણાવ્યું કે બ્રસેલ્સ બાદ વડાપ્રધાન વોશિંગ્ટન ડીસી જશે જ્યાં તેઓ ન્યૂક્લિયર સિક્યોરિટી સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઘણા અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.
બ્રસેલ્સમાં થયેલા વિસ્ફોટ અંગે જાણકારી આપતા સ્વરૂપે કહ્યું કે ભારતીય દૂતાવાસ પરિસ્થિતી પર સતત નજર રાખી રહ્યું છે. હાલ કોઇ પણ ભારતીય વ્યક્તિનાં મોત કે ઘાયલ થયાનાં સમાચાર નથી. જો કે વિદેશ મંત્રી સુષ્માં સ્વરાજે એખ ભારતીય ઘાયલ થયા હોવા અંગે ટ્વિટ કર્યું છે. જો કે તે અંગે હજી સ્થિતી સ્પષ્ટ નથી. સમાચારો અનુસાર જેટ એરવેઝ ચાલક દળનાં સભ્ય અમિત મોટવાની ઘાયલોમાં હોવાની શક્યતા છે. વિસ્ફોટોનાં કારણે બ્રસેલ્સથી મુંબઇ આવતી જતી ઉડ્યનો રદ્દ કરી દેવામાં આવી છે.

You might also like