આદર્શ સોસાયટી ધરાશય કરવા પર સુપ્રીમનો પ્રતિબંધ, કેન્દ્રને સોંપી સુરક્ષાની જવાબદારી

નવી દિલ્હી: મુંબઇની આદર્શ સોસાયટીમાં બિલ્ડિંગ ધરાશય કરવાના મુદ્દે કોર્ટે તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને નોટીસ પાઠવવામાં આવી છે. શુક્રવારે કોર્ટે આગામી સુનાવણી માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસે આ પહેલાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક અઠવાડિયામાં સોસાયટીને પોતાના કબજામાં લેવાના નિર્દેશ આપ્યા છે. સોસાયટીના ગાર્ડ્સને પણ હટાવવાના નિર્દેશ આપ્યા છે, જ્યારે સોસાયટીની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પહેલાં 29 એપ્રિલ 2016ના રોજ બોમ્બે હાઇકોર્ટે પર્યાવરણ મંત્રાલયને 31 માળની આદર્શ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ધરાશય કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના ફેંસલાના અમલ પર 12 અઠવાદિયા સુધી રોક લગાવવામાં આવી હતી જેથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય.

હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે આદર્શ સોસાયટી બનાવવા માટે નોકરશાહો અને રાજનેતાઓ પર ક્રિમિનલ કેસ દાખલ કર્યા છે. આદર્શ સોસાયટી દક્ષિણ મુંબઇના કોલાબામાં છે. તેમની પાસે જ રક્ષા સંસ્થાન છે, સોસાયટી 31 માળની છે અને એટલા માટે તેને ખતરો ગણવામાં આવ્યો હતો.

આદર્શ સોસાયટીને લઇને વિવાદ ત્યારે વકર્યો હતો, જ્યારે તેના નિર્માણમાં કથિત રીતે નિયમ-કાનૂનના ઉલ્લંઘની વાત સામે આવી. બાદમાં એ પણ જાણવા મળ્યું કે ઘણા પ્રભાવશાળી અધિકારીઓ, સૈન્ય અધિકારીઓ અને નેતાઓના સંબંધીઓને તેમાં ફ્લેટ આપવામાં આવ્યા હત. વિવાદમાં નામ આવ્યા બાદ તત્કાલિન કોંગ્રેસ-એનસીપી સરકારના મુખ્યમંત્રી અશોક ચૌહાણને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

You might also like