પોલીસ તંત્રમાં હવે મુસ્લિમોની સંખ્યા જાહેર કરવામાં નહિ આવે

નવી દિલ્હી: સરકાર તરફથી હવે પોલીસ તંત્રમાં કેટલા મુસ્લિમો ફરજ બજાવે છે તે અંગેના આંકડા જાહેર કરવામાં નહિ આવે. ગૃહ મંત્રાલયે છેલ્લાં ૧૬ વર્ષમાં પ્રથમવાર આવો નિર્ણય લીધો છે. અગાઉ પહેલીવાર ૧૯૯૯માં અેનડીઅે સરકાર વખતે જ આવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

નેશનલ ક્રાઈમ રેર્કોડર્સ બ્યૂરોના અહેવાલમાં આ આંકડા આપવામાં આવતા હતા. તેમાં માત્ર મુસ્લિમ સમુદાયના લોકોની જ અલગથી માહિતી આપવામાં આવતી હતી. પોલીસમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ૨૦૦૭ થી ઓછું થઈ ગયું છે.

ત્યારે દેશમાં પોલીસ મહેકમમાં ૭.૫૫ ટકા મુસ્લિમો હતા. જે ૨૦૧૨માં ઘટીને ૬.૫૫ ટકા થઈ ગય. ૨૦૧૩માં તેની સંખ્યા વધુ ઘટીને ૬.૨૭ ટકા થઈ ગઈ હતી. તેથી સરકારે હવે આવા અાંકડા જાહેર નહિ કરવા નિર્ણય કર્યોે છે. અને પોલીસની કામગીરી અંગે હવે વધુ ધ્યાન આપવામાં આવે તેવો આદેશ કર્યો છે.

You might also like