દિલ્હીમાં ચિકનગુનિયાનાં કારણે નથી થયું એક પણ મોત : સ્વાસ્થય મંત્રી

નવી દિલ્હી : દિલ્હીમાં ચિકનગુનિયાથી થયેલા ત્રણ મોત બાદ સ્વાસ્થયમંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે અથ્યાર સુધી ચિકનગુનિયાથી કોઇનું મોત થયું નથી. તેમણે મીડિયાને અપીલ કરી કે મીડિયા ડર ફેલાવવાનું બંધ કરે. સત્યેન્દ્ર જૈને કહ્યું કે કોઇ પણ વૈજ્ઞાનિક રીતે તે સાબિત કરી બતાવે કે મૃત્યુ ચીકનગુનિયાનાં કારણે થયા છે. સ્વાસ્થયમંત્રીએ કહ્યું કે ચિકિત્સકીય અને વૈજ્ઞાનિક રીતે ચિકનગુનિયાનાં કારણે મોત થઇ શકે જ નહી.

મંત્રીએ જણાવ્યું કે દિલ્હી સરકારની અંતર્ગત 40 ટકા બેડ છે. તમામ હોસ્પિટલમાં ચિકનગુનિયાનાં દર્દીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે દિલ્હીનાં સરગંગા રામ હોસ્પિટલમાં ચિકનગુનિયાનાં કારણે પહેલું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ મંગળવારે પણ ચિકનગુનિયાથી બે મૃત્યુ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં કુલ 3 લોકોનાં મોત ચિકનગુનિયાનાં કારણે થઇ ચુક્યા છે.

જો કે હાલ મોત ચિકનગુનિયાનાં કારણે થયા કે અન્ય કારણથી તે તો વિવાદિત મુદ્દો બન્યો જ છે. પરંતુ સાથે સાથે વિવિધ હોસ્પિટલ અને તેનાં ક્વોટા તથા તેની જવાબદારી અંગે પણ કેન્દ્ર અને રાજ્યસરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કેજરીવાલ સરકારે પહેલા મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તો કેન્દ્ર દ્વારા પણ યોગ્ય સફાઇ અને સુરક્ષા નહી રખાતી હોવાનો કેજરીવાલ સરકાર પર આરોપ લગાવાયો હતો.

You might also like