અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં જ મોદી સરકારની સૌથી મોટી જીત!

ન્યૂ દિલ્હીઃ મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન શુક્રવારનાં રોજ યોજાવા જઇ રહેલ છે. પરંતુ આ મતદાન પહેલાં મોદી સરકારની મોટી જીત થશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર શિવસેના સરકારનાં સમર્થનમાં વોટ કરવાનું મન બનાવી રહી છે. હકીકતમાં શિવસેનાનાં અધિકાંશ સાંસદ એવું ઇચ્છે છે અને એવું જણાવવામાં આવી રહ્યું છે કે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાંસદોનાં સમર્થન સાથે જઇ શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાનાં સાંસદોનું કહેવું એમ છે કે ચૂંકી અવિશ્વાસ પ્રસ્તાવ ટીડીપી દ્વારા લાવવામાં આવી રહેલ છે જેથી પાર્ટીને તે પ્રસ્તાવ પર વધારે મહત્વ ના આપવું જોઇએ. સૂત્રોનું કહેવું એમ છે કે, સાંસદોનું એમ માનવું છે કે ટીડીપીનાં પ્રસ્તાવને મહત્વ ના દેવું જોઇએ. આ વિશે શિવસેના સાંસદોએ ઉદ્ધવ ઠાકરે સાથે પણ સંપર્ક સાધેલ છે.

લોકસભામાં મોદી સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂરઃ
તમને જણાવી દઇએ કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને વિપક્ષ દ્વારા સરકાર વિરૂદ્ધ રજૂ કરેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને મંજૂર કરી દીધેલ છે. મોદી સરકારનાં વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શુક્રવારનાં રોજ થશે તથા તે જ દિવસે આ મામલે મતદાન પણ થશે.

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ભોજનાવકાશ બાદ સદનને સૂચિત કર્યું કે તેલુગુદેશં પાર્ટીનાં સભ્યનાં શ્રીનિવાસનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શુક્રવારનાં 20 જુલાઇનાં રોજ ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, તે દિવસે પ્રશ્નકાળ નહીં હોય અને ના તો સભ્યોનાં ખાનગી વિધેયકો પર ચર્ચા થશે. તે જ દિવસે ચર્ચા બાદ પ્રસ્તાવ પ્રસ્તાવ પર મતદાન પણ થશે.

શું હોય છે અવિશ્વાસ પ્રસ્તાવ અને કોણ લાવે છે?
અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની વિરૂદ્ધ વિપક્ષી દળો તરફથી રાખવામાં આવે છે. આ કેવલ લોકસભામાં જ રાખવામાં આવી શકે છે પણ રાજ્યસભામાં નહીં. જ્યાં વિપક્ષી દળો અથવા કોઇ એક પાર્ટીની તરફથી ત્યારે રાખવામાં આવે છે કે જ્યારે સરકાર પાસે સદનમાં બહુમત ન હોય અથવા તો પછી વિપક્ષી દળોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી જાય. અવિશ્વાસ પ્રસ્તાવથી સંબંધિત નિયમ 198 અંતર્ગત વ્યવસ્થા છે કે કોઇ પણ સભ્ય લોકસભા અધ્યક્ષને સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી શકે છે.

You might also like