દેશની સુરક્ષાના ભોગે કોઈ સમજૂતી નહીંઃ ઈન્દ્રેશ કુમાર

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારે જણાવ્યું છે કે દેશની સુરક્ષાના ભોગે કોઈ પણ સમજૂતી થઈ ન શકે. પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ચિંતા વ્યકત કરતાં તેેમણે જણાવ્યું કે જો રણનીતિ તરીકે ભારતને યોગ્ય લાગે તો પાકિસ્તાન સાથેની વાર્તા રદ કરી દેવી જોઈઅે.

તાકાતવર લોકોઅે ચર્ચા માટે કયારેય સંકોચ કરવાે ન જોઈઅે અને તે માટે રણનીતિ તરીકે યોગ્ય લાગે તો આવી ચર્ચા રદ કરી દેવી જોઈઅે. ભારતની સુરક્ષા અને સ્વાભિમાન સાથે કોઈ સમજૂતી કરવી ન જોઈઅે. પાકિસ્તાન પર પ્રહારો કરતાં તેમણે જણાવ્યું કે પઠાણકોટ પરના હુમલાથી વિશ્વમાં અેવો સંદેશ ગયો છે કે પાકિસ્તાન શાંતિ, સદભાવ અને વિકાસમાં માનતું નથી.

અેક પુસ્તકના વિમોચન અંગે આરઅેસઅેસના નેતાઅે જણાવ્યું કે ભારત તેના દુશ્મનોને આકરો જવાબ આપી રહ્યું છે અને ભવિષ્યમાં પણ કૂટનીતિક, રાજકારણ અને વ્યવહારિક દૃ‌િષ્ટઅે પણ પગલાં લઈ રહ્યું છે. કુમારે આ નિવેદન તેવા સવાલના જવાબમાં આપ્યું છે કે શું ભારતે ૧૫ જાન્યુઆરીઅે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે વિદેશ સચિવ સ્તરની વાર્તા કરવી જોઈઅે કે નહિ?

તેમણે જણાવ્યું હતું કે રામમંદિર બનાવવાના અભિયાનમાં લાખો મુસ્લિમો રોડ પર ઊતરી આવશે, જોકે રામમંદિર ક્યારે બનશે તે અંગે કોઈ ચાેક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. કુમારે રામમંદિર માટે મુસ્લિમો ઉપરાંત ઈસાઈઓઅે પણ સમર્થન આપવું જોઈઅે તેવી અપીલ કરી હતી.

You might also like