વડાપ્રધાન મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોઇ તુલના નહી : સોનિયા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધઈ સાથે કોઇ તુલના શક્ય નથી. એવું તેમણે ત્યારે કહ્યું જ્યારે સોનિયા ગાંધીને ઇન્ડિયા ટુડેનાં પત્રકારે સવાલ કર્યો કે તમે નરેન્દ્ર મોદી અને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીમાં શુ સમાનતા જોઇ શકો છો.

સોનિયાએ તે સ્પષ્ટ કર્યું કે, તેઓ મોદી અને ઇન્દિરા વચ્ચે તુલનાથી પરેશાન નથી અને તેમની પાર્ટી મોદી સરકારનો મુકાબલો કરી રહી છે. સાથે જ તેમણે તે વાત પણ ફગાવી દીધી કે આજે કોંગ્રેસની પાસે હાલ મોદી સામે ઉભો રહી શકે તેવો કોઇ નેતા નથી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં રાજનીતિ અને ઇતિહાસની પોત પોતાની સમસ્યાઓ હોય છે. તેના પોતાના નેતાઓ હોય છે. અને પોતાની વિપક્ષી પાર્ટીઓ હોય છે.

સોનિયાએ કહ્યું કે, હું વિચારૂ છું કે વર્તમાન વ્યવસ્થાઓ માટે કોંગ્રેસ પોતાનો પક્ષ મુકી રહી છે. મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે તુલના અંગે તેમણે કહ્યું કે મને આનાથી કોઇ પરેશાની નથી કારણ કે હું તેમાં વિશ્વાસ નથી કરતી. મારો પોતાનો સ્પષ્ટ વિચાર છે. કોઇ તુલના નથી. બિલ્કુલ નહી.

You might also like