જેટલીને ક્લીનચીટ અપાઈ નથીઃ કેજરીવાલ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) કૌભાંડમાં સંડોવણીના સંદર્ભમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી સામે આક્ષેપો કરવામાં આવ્યા બાદ કેજરીવાલ માફી માંગે તેવી માંગ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. આક્ષેપબાજીનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, ડીડીસીએ કૌભાંડમાં અરુણ જેટલીને ક્લીનચીટ આપવામાં આવી નથી. સાથે સાથે તેઓ માફી પણ માંગશે નહીં. આને લઇને તેમને બિલકુલ દુખ નથી. એએપીના નેતાએ ટ્વિટર પર ડીડીસીએ મામલે ભાજપની જોરદાર ઝાટકણી કાઢી હતી. બદનક્ષીનો કેસ પણ થયેલો છે.

દિલ્હી સરકારે આપવામાં આવેલા તપાસ અહેવાલમાં કોઇપણ ક્લિનચીટ અપાઈ નથી. અહેવાલમાં સમર્થન મળ્યું છે કે, કેટલીક ખોટી બાબતો થઇ છે પરંતુ જવાબદારી નક્કી કરવામાં આવી નથી. અહેવાલમાં અરુણ જેટલીના નામનો ચોક્કસપણે ઉલ્લેખ કરાયો નથી. ડીડીસીએ કેસમાં દિલ્હી સરકારના તપાસ પેનલના અહેવાલમાં જેટલીના નામનો ઉલ્લેખ નથી. કેજરીવાલે કહ્યું છે કે, તપાસ પંચના અહેવાલમાં કોઇના પણ નામનો ઉલ્લેખ નથી. આ કામગીરી હવે થઇ રહી છે. ડીડીસીએમાં થયેલી ગેરરીતિમાં તપાસ કરવા દિલ્હી સરકાર દ્વારા ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી હતી. પેનલ તેનો અહેવાલ આપ્યા બાદ આમા જેટલીનો ઉલ્લેખની નથી જેથી ભાજપ દ્વારા હવે તેમના રાજીનામાની માંગ થઇ રહી છે. સાથે સાથે માફી

માંગી લેવા પણ કહેવામાં આવી રહ્યું છે. કેજરીવાલ માફી માંગે તેવા અહેવાલ વચ્ચે કેજરીવાલે આજે આ પ્રતિક્રિયા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના તપાસ અહેવાલમાં જેટલીના નામનો ઉલ્લેખ પણ નથી. આ અહેવાલમાં જેટલી દ્વારા ડીડીસીએના વડા તરીકે કોઇ ગેરરીતિ આચરવા અથવા તો છેતરપિંડીના કૃત્યોની વાત કરવામાં આવી નથી. ૨૪૭ પાનાનો અહેવાલ તૈયાર કરાયો છે. આ અહેવાલ આવ્યા બાદ હવે ભાજપે એએપી ઉપર આક્ષેપ કરવાની શરૃઆત કરી દીધી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ જેટલીની જાહેરમાં માફી માંગવી જોઇએ તેવી માંગ હવે તીવ્ર બની રહી છે. આ પ્રકારની માંગ વચ્ચે આજે કેજરીવાલે ખુલાસો કર્યો હતો અને કોઇ માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો. આનો મતલબ એ થયો કે, આગામી દિવસોમાં પણ ખેંચતાણનો દોર જારી રહી શકે છે. ગઇકાલે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા એમજે અકબરે કહ્યું હતું કે, તમામ એંગલથી કેજરીવાલે તપાસ કરાવી છે. હવે અરુણ જેટલીની કેજરીવાલ માફી માંગે તે સમય આવ્યો છે. દિલ્હી સરકારે ડીડીસીએ કૌભાંડની તપાસ માટે સમિતિ બનાવી હતી. આ સમિતિએ પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કરી દીધો છે. સમિતિની તપાસમાં ડીડીસીએ કૌભાંડની તપાસનો ઉલ્લેખ છે, પણ જેટલીના નામનો કોઈ ઉલ્લેખ નથી.

You might also like