સૈન્ય અધિકારીઓનાં દરજ્જા અને રેન્કમાં કોઇ ફેરફાર નહી : સંરક્ષણ મંત્રાલય

નવી દિલ્હી : સરકારે અસૈન્ય અધિકારીઓની તુલનામાં સૈન્ય અધિકારીની રેંકમાં ઘટાડો કર્યાનાં સમાચારોનું ખંડન કર્યું છે.ગુરૂવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બંન્ને સેવાઓનાં અધિકારીઓ વચ્ચે પહેલાની જેમ જ સંતુલન છે અને રેંક સાથે કોઇ છેડછાડ કરવમાં આવી નથી. રક્ષા મંત્રાલયની તરપથી આ સ્પષ્ટતા સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર દ્વારા વિસંગતીઓને દુર કરવાનાં આશ્વાસનનાં બે દિવસ બાદ આવી છે.

સરકારે કહ્યું કે, મીડિયા રિપોર્ટમાં 18 ઓક્ટોબરે એક સરકારી પરિપત્રનો હવાલો ટાંકીને કહેવાયું છેકે સશસ્ત્ર સેનાઓનાં મુખ્યમંથકો પર રહેલા સૈન્ય અધિકારીઓનાં રેંકોના દરજ્જો તેની સમકક્ષ અસૈન્ય અધિકારીઓની તુલનામાં ઓછો કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે સૈન્ય અધિકારીઓની રેંકમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. પદ કે રેન્કમાં કોઇ ફેરફાર કરાયેલો નથી.

સરકારે કહ્યું કે, કાર્યપ્રણાલીની દ્રષ્ટિએ 1991માં બંન્ને સેવાઓનાં અધિકારીઓ વચ્ચે જે સંતુલન બનાવાયું હતું તેને 1992,2000,2004 અને 2005માં ફરીથી રિન્યુ કરવામાં આવ્યા હતા અને તેને ફરી એકવાર રિન્યુ કરાઇ રહ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું કે બંન્ને સેવાઓનાં અધિકારીઓએ પદોમાં સંતુલન માત્ર ડ્યુટી નિર્ધારણ અને કામકાજ સંબંધી જવાબદારીઓના સંબંધમાં છે.સેના મુખ્યમથક ઉપરાંત કાર્યાલયોમાં અસૈન્ય અધિકારીઓ માટેની કોઇ વ્યવસ્થા નથી. સરકારે સૈન્ય અધિકારીઓનાં રેન્ક અને દરજ્જામાં કોઇ પ્રકારનો ફેરફાર કે ઘટાડો કર્યો નથી.

You might also like