અમદાવાદ સહિત રાજ્યભરના ATMમાં રોકડનો કકળાટ યથાવત્

રાજયમાં અનેક શહેરની સાથે અમદાવાદમાં પણ ATM બંધ છે. મોટા ભાગના ATM બંધ છે. ATMમાં કેશ ન હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. નોટબંધી જેવી જ હાલાકી હાલ ATMમાં થયેલી કેશબંધીને કારણે થઇ રહી છે.

રાજ્યમાં અનેક જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ વિવિધ બેંકોના ATM બંધ હાલતમાં જોવા મળ્યા હતા. લગ્નની સિ{નમાં કેશ ન મળતા લોકો પરેશાન થયા હતા.જરૂરિયાત સમયે રોકડ ન મળતા ગ્રાહકોએ બેંકના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.ATM બંધ હોવાથી ખેડૂતો સહિત વેપારી વર્ગ પરેશાન થયા હતા.ઉલ્લેખનીય છે કે, ATM આગળથી સિકયુરિટી પણ હટાવી લેવાઇ છે. તેમજ ATM બંધ છે તેવા બોર્ડ મારી દેવાયા છે.

અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ મોટાભાગના ATM બંધ રહેતા કેશનો કકળાટ ઉભો થયો હતો.મોડાસા,બાયડ,ધનસુરામાં કેટલીક બેંકોના ATMમાં પૈસા ખૂટી પડતા લોકો પરેશાન થયા હતા. જરૂરિયાતમંદ લોકોને પૈસા ન મળતા બેંકના સત્તાધીશો સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.

રાજયમાં અનેક શહેરો સહિત જિલ્લાઓમાં ATM બંધ હોવાથી કેશબંધીની સ્થિતિ સર્જાઇ છે. લગ્નની સિઝન સમયે મોટાભાગના ATM બંધ હાલતમાં જોવા મળતા ગ્રાહકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આ તરફ પાટણ જિલ્લામાં વિવિધ બેંકોના ATM બંધ હતા. ATM બંધ છે તેવા બોર્ડ લગાવાયા હતા.. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ બીજા દિવસે ATM બંધ હોવાથી ખેડૂતો સહિત વેપારી વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો. જિલ્લાઓની સાથે અમદાવાદ શહેરમાં પણ મોટાભાગના ATM બંધ હતા. ATMમાં કેશ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી.

You might also like