દેશમાં ફરી નોટબંધી જેવો માહોલ? ATMમાં નથી રોકડ ! લોકો થઇ રહ્યાં છે પરેશાન

દેશમાં ફરી એકવાર નોટબંધી જેવો માહોલ થઈ રહ્યો છે. ATM અને બેંકોમાં રોકડ ઉપાડવા માટે લોકોની લાઈનો લાગી છે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બેંકો અને ATMમાં રૂપિયા નથી. બીજી તરફ સરકાર અને RBIએ આ માટે અનેક સમસ્યાઓને જવાબદાર ગણાવી રહ્યા છે.આ સાથે ટૂંક સમયમાં સમસ્યાનો હાલ થઈ જશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.

દેશના વિવિધ ભાગોમાં રોકડની અછત વર્તાઈ રહી છે..જેના કારણે સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. સરકાર તરફથી આર્થિક બાબતોના સચિવ એસ.સી.ગર્ગે કહ્યું કે છેલ્લા 15 દિવસમાં સામાન્ય કરતા 3 ગણી વધારે નોટોની નિકાસ કરવામાં આવી છે.

500ની નોટોની છપાઈ પહેલા કરતા વધારે ઝડપથી છાપવામાં આવી રહી છે અને આગામી કેટલાક દિવસોમાં તે 5 ગણી વધારે છપાઈ કરવામાં આવશે. ગર્ગે કહ્યું કે અમે પ્રતિદિન 500 કરોડના મુલ્યની 500ની નોટો છાપી રહ્યા છીએ અને આગામી કેટલાક દિવસોમાં પ્રતિદિન વધુ 2500 કરોડના મુલ્યની 500ની નોટ છાપવામાં આવશે. તો એક મહિનામાં 70 હજારથી લઈને 75 હજાર કરોડ રૂપિયાની 500ની નોટોની આપૂર્તિ કરવાનું લક્ષ્યાંક છે.

બીજી તરફ નોટોની પડી રહેલી અછત માટે સરકાર અને રીઝર્વ બેંકે કેટલીક સમસ્યાઓને ગણાવી છે…સરકારે કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં તહેવારોને કારણે લોકોને વધારે રોકડની જરૂરિયાત પડી છે. જેના કારણે લોકોએ વધારે રોકડ બેંકોમાંથી ઉપાડી છે. જેમાં આસામ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોએ વધારે રોકડનો ઉપાડ કર્યો છે.

આ નવી નોટો સંભાળીને રાખવાને કારણે પણ સમસ્યા ઉભી થઈ છે. લોકોએ રૂપિયા 200 અને 50ની નવી નોટોને સંભાળીને રાખી દીધી છે. તેથી તે નોટ બજારમાં ફરતી નથી. આ સાથે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યાં હાલ રોકડની વધારે માગ છે.

મહત્વનું છે કે દેશમાં હાલ નોટબંધી જેવો માહોલ સર્જાયો છે. લોકોને બેંકોમાંથી કે ATMમાંથી રોકડ મળી રહી નથી. આ કોઈ એક રાજ્યનો સવાલ નથી પણ સમગ્ર દેશમાં રોકડની અછત સર્જાઈ છે. જો કે સરકારે સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું છે. હવે જોવું રહ્યું કે સામાન્ય નાગરિકોને ફરી એકવાર સર્જાયેલા આ આર્થિક સંકટ જેવા માહોલમાંથી જયારે મુક્તિ મળે છે.

You might also like