સારા આરોગ્ય માટે બીએમઆઈ નહીં, પરંતુ કમરનો ઘેરાવો મહત્ત્વનો છે

છેલ્લા કેટલાય સમયથી આદર્શ વજન માપવા માટે બીએમઆઈ એટલે કે બોડી માસ ઈન્ડેક્સનું ચલણ ખૂબ વધ્યું છે. હાઈટ પ્રમાણે તેમાં વજન નોંધવામાં આવે છે. લોસએન્જલસમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે ઓબેસિટી અને સારી હેલ્થ માટે બીએમઆઈ માપવું એટલું અગત્યનું નથી. બીએમઆઈ નોર્મલ હોય તેવા માત્ર ૩૦ ટકા લોકો હેલ્ધી હોય છે. ઓબેસિટી માપવા માટે ખાસ કરીને કમરનો ઘેરાવો માપવો જોઈએ. પેઢુ, નિતંબ અને કમર પાસે જમા થતી ચરબીની અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ પર ખરાબ અસર પડે છે.

You might also like