રામ મંદિર મુદ્દે કોઇ સમજુતી નહી કરવામાં આવે : સુબ્રમણ્ય સ્વામી

અયોધ્યા : ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યામાં રામ લલાનાં દર્શન કર્યા બાદ મોટુ નિવેદન આપ્યું હતું. સ્વામીએ શ્રીરામ લલાનાં દર્શનાર્થીઓનો હવાલો ટાંકતા કહ્યું કે દુરનાં વિસ્તારોમાંથી દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને રામ લલાનાં દર્શન દરમિયાન સુરક્ષામાં પરેશાની થાય છે. એવામાં કાં તો સુરક્ષા હટાવી લેવામાં આવ્યો અથવા તો પછી કોર્ટ નિર્માણ અંગે જલ્દી ચુકાદો આપે.

31 મેએ પ્રથમ અયોધ્યા આગમન અંગે મુખ્યમંત્રી યોગીનાં મંદિર નિર્માણ માટે આંતરિક સુલહ સમજુતીથી આ આ મુદ્દાને ઉકેલવા માટેનું નિવેદન આપ્યું હતું, જેનાથી ઉલટ ભાજપ સાંસદ સ્વામીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ જન્મ સ્થળ પર જ થશે. જેમાં કોઇ પ્રકારની કોઇ જ સમજુતી કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે મસ્જીદ સરયૂ પેલીસ પાર પણ બનાવી શકાય છે.

રામજન્મ ભુમિક ન્યાસનાં અધ્યક્ષનાં જન્મોત્સવ સમાપનમાં અયોધ્યા આવેલા ભાજપ સાંસદ સ્વામીએ કહ્યું કે 2018ની પહેલા મંદિર નિર્માણ ચાલુ થઇ જશે. તેમણે ગત્ત મુલાયમસિંહની સરકારને ઘેરતા કહ્યું કે પુર્વ સીએમ મુલાયમસિંહ પોતાની સરકારમાં એખ સાથે રામ મંદિરનો નિર્ણય કરવાની વાત કરી હતી. પરંતુ તેનાથી હિન્દુઓની મુળભુત સુવિધાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રામ ભક્તો ક્યા સુધી આ પ્રકારે પોતાનાં ઇષ્ટ દેવ શ્રીરામના દર્શન કરશે. બીજી તરફ તેમણે કહ્યું કે શ્રીરામલલાનું પુજા જન્મ સ્થાન પર જ કરવામાં આવશે. જ્યાં રામલલા બિરાજમાન છે.

You might also like