જુની નોટ જમા ન કરાવનારને સુપ્રીમમાંથી મળી રાહત

સુપ્રિમ કોર્ટે જુની નોટ બેંકમાં જમા ન કરાવનાર અરજદારોને મોટી રાહત આપી છે. કોર્ટે અરજદારોને જણાવ્યું છે કે તેઓ પોતાની અરજી નોટબંધી ઉપર સુનાવણી કરી રહેલ સંવૈધાનિક પીઠ પાસે લઇ જાય. આ અરજદારોએ 31 ડિસેમ્બર 2016 સુધી જુની નોટ જમા નહી કરી હોય તેવા મામલે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 8 નવેમ્બરે નોટબંધીને એક વર્ષ પુરૂ થવા આવી રહ્યું છે. અર્ટોની જનરલે સુપ્રીમ કોર્ટે કહ્યું આ 14 અરજદારો વિરુધ્ધ કોઇ અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

તમારી જાણ ખાતર આ મામલો પહેલેથી સંવૈધાનિક પીઠ પાસે મોકલવામાં આ્યો હતો, પરંતુ આ અરજી પછી દાખલ કરવામાં આવી હતી. જો કે, આરબીઆઇ અને કેન્દ્ર સરકાર 31 માર્ચ બાદ જુની નોટ જમા કરાવનારને રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. આ અગાઉ 500-1000ની જૂની નોટ બદલાવાને લઇને દાખલ કરવામાં આવેલ અરજી સુપ્રિમ કોર્ટે પહેલાથી નકારી દીધી હતી. એનઆરઆઇ કાર્ડ ધાર મહિલાની અરજી ફગાવી દેતાં કોર્ટે આદેશ કર્યો હતો કે જો એક કેસમાં લોકોને જૂની નોટ બદલવાનો આદેશ આપશે તો અર્થવ્યવસ્થા ફેલ થઇ જશે.

You might also like