સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી મિસ્ટ્રી ગર્લનું નામ છે નિવ્યા નવોરા

નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં હંમેશાં બંને દેશના ફેન્સ જબરદસ્ત ઉત્સાહમાં રહે છે. આવતી કાલે આ બંને દેશ એશિયા કપની ફાઇનલમાં ટકરાવાના છે. એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને બે વાર હરાવી દીધું તેની ચર્ચા તો થઈ જ. એ ઉપરાંત એક મિસ્ટ્રી ગર્લ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભારત સામેની પાકિસ્તાન અને બાંગ્લાદેશ વિરુદ્ધની મેચ દરમિયાન આ સુંદર છોકરી સ્ટેડિયમમાં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ એ છોકરીની તસવીરો ખૂબ શેર કરી. ઘણાએ તો એટલે સુધી કહી નાખ્યું કે ‘મેચ જોવાની મજા પડી ગઈ.’

કેટલાક યુઝર્સે તો BCCIને અપીલ કરી કે ‘વધુમાં વધુ ભારત-પાક. મેચ રમાડવી જોઈએ.” સોશિયલ મીડિયા પર લોકોએ કેમેરામેનનો પણ આભાર માન્યો હતો, કારણ કે કેમેરામેને મેચ દરમિયાન વારંવાર આ સુંદરીને ટીવી સ્ક્રીન પર દેખાડી હતી. ક્રિકેટ ચાહકો જાણવા માગતા હતા કે આખરે આ સુંદર યુવતી છે કોણ… હવે આ છોકરીની ઓળખ મળી ગઈ છે.

પાકિસ્તાનની આ છોકરીનું નામ છે નિવ્યા નવોરા. આ છોકરી અંગેની જાણકારી યુએઈના એક બોલિવૂડ રેડિયો સ્ટેશન ‘સિટી-૨૦૧૬’ના ટ્વિટ પરથી મળી છે. એ ટ્વિટમાં કહેવામાં આવ્યું છે, ”અમે તેને શોધી કાઢી છે અને તેની ઓળખ મેળવી લીધી છે.

તેનું નામ નિવ્યા નવોરા.’ એક વેબ પોર્ટલના જણાવ્યા અનુસાર નિવ્યા નવોરા પાકિસ્તાનના લાહોરમાં રહે છે. નિવ્યાએ લાહોરમાં યુનિવર્સિટી સુધીનું શિક્ષણ લીધું છે. ૨૦ વર્ષીય નિવ્યાની પ્રિય રમત ક્રિકેટ છે અને વિરાટ કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે.

You might also like