સરકાર દારૂબંધી માટે કટીબદ્ધ પણ તબક્કાવાર કામગીરી : નીતીશ

પટના : મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં હર હાલતમાં દારૂબંધી લાગુ કરશે. જો કે પરિસ્થિતી અનુસાર તેને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. અમારાં 7 નિશ્ચયો પૈકીનો આ એક નિશ્ચય છે. મુખ્યમંત્રીએ આ વાત રાજધાનીનાં એસકેએમ હોલમાં દારૂબંધી અભિયાનની શરૂઆત કરતા કહી હતી. આ સાથે જ નીતીશે દારૂબંધી અંગેની એક ટેલિફિલ્મ પણ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ હવામાં વાતો નથી કરતા.આંકડાઓ જોઇને ત્યાર બાદ જ નિર્ણય લીધો છે. પીનારા લોકોનાં હિસાબે પૈસા પણ નહોતા આવી રહ્યા.

નીતીશે કહ્યું કે મહિલાઓની માંગ પર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 26 નવેમ્બરે તેની જાહેરાત કરવામાં આવી હતી. દારૂબંધી તેનાં 7 વચનો પૈકીનું એક વચન છે. હવે દારૂબંધ તબક્કાવાર લાગુ કરવામાં આવશે. તેમાં તમામ પાસાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયને લાગુ કરવામાં ઘણી સમસ્યાઓ ઉકેલવી પડે તેમ છે. નવી દારૂઅંગેની નીતિ અંગેનો વિચાર પણ કરવામાં આવ્યો. અમે ચીની મિલોને સ્પીરીટનાં બદલે ઇથાનોલ બનાવવા માટે કહ્યું. જો કે તેની મિલાવટ પેટ્રોલ તથા ડિઝલમાં થતી હોય છે. આવી ઘણી સમસ્યાઓ છે.

દારૂ પર પ્રતિબંધ બાદ તેનાં ધંધાર્થીઓની પણ વ્યવસ્થા કરવી પડશે. જ્યાં જ્યાં દારૂ વેચાઇ રહ્યા છે ત્યાં દૂધ અને શાકભાજી વેચાય તેવી વ્યવસ્થા અંગે પણ સરકાર વિચારી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 1 એપ્રીલથી બિહારમાં દારૂબંધી લાગુ કરી દેવામાં આવશે. જો કે ક્રમબદ્ધ રીતે સંપુર્ણ દારૂબંઘી લગાવવામાં આવશે. તેમાં તમામ લોકોનો સહયોગ અપેક્ષીત છે. આપણે દારૂબંધીને સામાજીક આંદોલન બનાવવાનું છે. જેમાં મહિલાઓનો વિશેષ સહયોગ જરૂરી છે.

You might also like