ડૉ.લોહિયાનાં આદર્શ પર નથી ચાલી રહી ઉત્તરપ્રદેશ સપા સરકાર : નીતીશ

લખનઉ : આર.કે ચૌધરીનાં બીએસ-4ની રેલીનાં લગભગ ચાર કલાક બાદ મંચ પર જવાની પરવાનગી મળ્યા બાદ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉત્તરપ્રદેશ સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી. નીતીશ કુમારે કહ્યું કે ડૉ.રામ મનોહર લોહિયાનાં નામે સરકાર બનાવવાની તક મેળવનારી સમાજવાદી પાર્ટી તેનાં આદર્શ પર નથી ચાલી રહી. સરકાર બનાવવાની તક મળતાની સાથે જ ડૉ લોહિયાનાં નામે વોટ માંગનારી ઉત્તરપ્રદેશની સરકાર ન મોત મહિલાઓનાં હિત માટે કામ કરી રહી છે ન તો તેનાં સન્માનનું રક્ષણ કરી રહી છે.

નીતીશે કહ્યું કે ડૉ.લોહીયા હંમેશાથી જ મહિલાઓનાં સન્માનનાં પધર હતા. અમે બિહારમાં તક મળતા જ 2005માં દરેક સ્થળે મહિલાઓનાં માટે 50 ટકા અનામત આપી દીધી હતી. પંચાયતી ચુંટણી સાથે જ દરેક સ્થળે તેમને મહત્વ મળે છે. નોકરીમાં પણ 50 ટકા અનામત છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશ સરકાર ડૉ. લોહિયાનાં સન્માન માટે કાંઇ પણ નથી કરી શકી. લખનઉમાં લોહિયાનાં વિચારવાળા લોકો બેઠા છે. તેમ છતા પણ સમાજનાં છેવાડાનાં માણસને હક્કો પ્રાપ્ત નથી થઇ રહ્યા.

નીતીશે કહ્યું કે મને બિહારમાં લોહિયાનાં આદર્શની વાત કરનારાઓએ ચુંટણીમાં હરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં પછાત અને દલિતોનાં માટે કામ થઇ રહ્યું છે. આ તમામ માટે અમે અલગથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોનાં હક માટે કામ કરતો રહ્યું છે. હું ક્યારે પણ તે વાતની ગણત્રી નથી કરતો કે મે કેટલા લોકોનું કામ કર્યું. અગણીત કામ લોકોનાં હકનાં માટે કરૂ છું.

You might also like