Categories: India

નીતીશકુમારે NDA સાથે મળી ફરી મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા

પટણા:  છેલ્લા કેટલાક સમયથી બિહારનાં રાજકારણમાં આવેલા ગરમાવાનો ગઈ કાલે અંત આવી ગયો છે. જેમાં નીતીશે રાજીનામું આપી દીધા બાદ તરત જ ભાજપે નીતીશકુમારને સમર્થન આપવાની જાહેરાત કરતાં નીતીશનો ગઈ કાલે સાંજે પાંચ વાગે જ શપથવિધિ સમારોહ યોજાવાનો હતો. પરંતુ રાજ્યપાલે આજે સવારે ૧૦ વાગે શપથગ્રહણ કરવા માટે આમંત્રણ આપતાં આજે સવારે નીતીશકુમારને રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ફરી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકે તેમજ સુશીલ મોદીને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા.

દરમિયાન એનડીએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આજે માત્ર મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. અને હવે બાદમાં નીતીશના પ્રધાનમંડળમાં બંને પક્ષના ૧૩-૧૩ ધારાસભ્યોને પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવશે. સરકાર રચાયા બાદ નીતીશકુમારે આવતી કાલે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી વિશ્વાસનો મત મેળવવો પડશે. ગઈકાલે તેજસ્વીની આગેવાનીમાં આરજેડી અને કોંગ્રેસે પણ સરકાર રચવાનો દાવો કર્યો હતો. બાદમાં મધરાતે નીતીશકુમાર રાજ્યપાલને મળવા રાજભવન ગયા હતા. રાજ્યપાલની તબિયત સારી ન હોવા છતાં તેઓ રાજભવન ગયા હતા. નીતીશકુમારે ૧૩૨ ધારાસભ્યના નામ સાથેની યાદી રાજયપાલને સોંપીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. બીજી તરફ ભાજપના નેતા સુશીલ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ તેમને ગુરુવારે સવારે ૧૦ વાગે શપથગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે. તેની જાણ થતાં જ તેજસ્વી યાદવે ટિવટ કરીને જણાવ્યું હતું કે રાજયપાલે અમને ગુરુવારે સવારે ૧૧ વાગ્યાનો સમય આપ્યો હતો અને અચાનક આ રીતે એનડીએને સવારે ૧૦ વાગે શપથ માટે સમય કેમ આપી શકે? આટલી બધી ઉતાવળ શા માટે કરવામા આવી? તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી મોટી હોવા છતાં તેમને સરકાર રચવાની તક કેમ આપવામાં આવી નથી?

બિહારમાં એનડીએના સમર્થનથી ફરીવાર નીતીશે મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે ત્યારે હાલ બિહાર વિધાનસભાની સ્થિતિ કેવી છે તેના પર નજર કરીએ તો હાલ વિધાનસભામાં કુલ ૨૪૩ ધારાસભ્ય છે. જેમાં જેડીયુના ૭૧, આરજેડીના ૮૦, ભાજપના ૫૩, કોંગ્રેસના ૨૭, એલજેપીના બે, આરએલએસપીના બે, હમના એક, ભાકપા(માલે)ના ૩ અને અપક્ષના ચાર ધારાસભ્ય છે. જેમાં જેડીયુ અને ભાજપ તેના સાથી પક્ષો સાથે મળીને તેમની પાસે કુલ ૧૩૨ ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે વિધાનસભામાં બહુમતિ માટે ૧૨૨ ધારાસભ્યની જરૂર પડે છે. તેથી તે રીતે જોતાં તેની પાસે બહુમતિ કરતાં વધુ સંખ્યાબળ છે.

નીતીશના નિર્ણયનો JDUના નેતા અનવરનો વિરોધ
બિહારમાં ફરીવાર નીતીશે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે ત્યારે નીતીશે જે રીતે એનડીએ સાથે મળીને સરકાર રચવાનો નિર્ણય કર્યો હતો તેની સામે જેડીયુના જ કેટલાંક ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ આરજેડી આજે રાજ્યમાં વિશ્વાસઘાત દિવસ મનાવી રહયો છે.
જેડીયુના નેતા અલી અનવરે નીતીશ કુમારના એનડીએ સાથે મળીને સરકાર બનાવવાના નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે નીતીશજીએ તેમના અંતરાત્માના અવાજથી ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે પણ તેમના નિર્ણયને હું યોગ્ય માનતો નથી.અને મારુ જમીર તેમને આવુ નહિ કરવા કહી રહ્યુ છે. તેથી હું તેમના નિર્ણય સાથે સંમત નથી. જો મને તક મળશે તો હું પક્ષ સામે આ બાબતે અવાજ ઉઠાવીશ.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

2 days ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

2 days ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

2 days ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

2 days ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

2 days ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

2 days ago