મોદીનો મુકાબલો કરવાની ક્ષમતા કોઇનામાં નહીં: નીતીશ

મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ નીતીશ કુમારે પહેલી વખત મીડિયોને સંબોધિત કર્યું, આ દરમિયાન એમણે કહ્યું કે રાજીનામું આપ્યા બાદ મેં મારી વાત મૂકી હતી. નીતીશ કુમારે કહ્યું કે એમને મહાગઠબંધન સરકાર ચલાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ ચાલી શકી નહીં. નીતીશએ કહ્યું કે એમની પાસે ગઠબંધન તોડ્યા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.

એમણે કહ્યું કે આરજેડીના નિવેદનોના કારણે જ આવું થયું. મુખ્યમંત્રી નીતીશે એ દરમિયાન આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ પર ટિપ્પણી કરી. નીતીશે કહ્યું કે લાલૂ યાદવે કંઇ પણ સ્પષ્ટ કર્યું નથી. લાલૂ તેજસ્વી યાદવ પર કંઇ બોલ્યા નહીં. નીતીશ કુમારે ગઠબંધન તોડવાને બિહારની જનતાના હિતમાં લેવામાં આવેલો નિર્ણયનો કરાર આપ્યો. હાલનો રાજકીય હવાલા આપતા નીતીશ કુમારે કહ્યું કે આજની તારીખમાં નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવાની ક્ષમતા કોઇનામાં નથી, નીતીશનું આ નિવેદન એક તરફથી વિપક્ષ પર પ્રહાર છે જે મહાગઠબંધન બનાવીને અને ભાજપ વિરુદ્ધ એકત્રિત થવાનો દંભ ભરી રહ્યા છે.

લાલૂ યાદવ અને એમના પરિવાર પર સીબીઆઇની કાર્યવાહી પર નીતીશ કુમારએ કહ્યું કે દરોડા બાદ મેં ઘણી વખત લાલૂ યાદવ સાથે વાત કરી. સીબીઆઇની રેડ પર લાલૂ યાદવે ભાજપને નવો પાર્ટનર મળવાની વાત કહેતા એમને આભાર કહ્યું, જેનો ખૂબ જ ખોટો સંદેશ ગયો.

http://sambhaavnews.com/

You might also like