શું હું મૂર્ખ છું કે PM પદની દાવેદારી કરું?: નીતીશકુમાર

પટના: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે સમાજવાદીઓ અને આરએસએસની તુલના કરતાં જણાવ્યું હતું કે સમાજવાદી વિચારધારા વધારે મજબૂત છે. તેમણે જણાવ્યું હતું કે મેં વડા પ્રધાન બનવાનું સપનું કયારેય જોયું નથી. હું એટલો મૂર્ખ નથી કે વડા પ્રધાનપદ માટે દાવેદારી કરું. આ રીતે કોઇ પણ કારણ વગર આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.

પટનામાં આયોજિત સમાજવાદી એકતા સંમેલનમાં ફરી એક વાર અનામતના મુદ્દે ભાજપ સામે ‌નિશાન તાકતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ જો ર૦૧૯માં ફરી સત્તા પર આવશે તો દેશમાંથી અનામત નાબૂદ કરી નાખશે. ભાજપે હજુ પોતાના અસલી એજન્ડાનો રંગ બતાવ્યો નથી. ર૦૧૯માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપ પોતાનો અસલી રંગ બતાવશે.
નીતીશકુમારે તમામ સમાજવાદીઓને સંગઠિત થવાની હાકલ કરતાં જણાવ્યું હતું કે જો તમામ સમાજવાદીઓ એક થઇ જશે તો ભાજપ કયાં ઊભો રહેશે? તેમણે જણાવ્યું હતું કે સમાજવાદીઓની સૌથી મોટી નબળાઇ એ છે કે તેઓ સંગઠિત થઇ શકતા નથી અને ટીકા જલદી શરૂ કરી દે છે. જેનો ફાયદો વિરોધીઓ મેળવી લે છે.

You might also like