હું નથી PM પદનો દાવેદારઃ નીતીશ

નવી દિલ્હીઃ વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં બીજેપી સામે મજબુત ગઠબંધન બનાવવાની ચર્ચા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે મોટું નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તે પીએમ પદના ઉમેદવાર નથી. સીએમ નીતીશ કુમાર પટનાના એક કાર્યક્રમાં હતા.

જ્યાં પત્રકારોએ તેમને સવાલ પૂછ્યા હતા કે તેઓ વર્ષ 2019નો ચહેરો હશે તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું આ રેસમાં નથી. નીતીશ કુમારે આ રીતની સંભાવનાને નકારવા સાથે જણાવ્યું છે કે તેઓ આગામી લોકસભામાં પીએમ પદના ઉમેદવાર નથી. પીએમ પદની દાવેદારી પર નીતીશ કુમાર બોલ્યા કે હું એટલો પણ મુર્ખ નથી.

2019ના દાવેદાર અમે નથી. નીતીશ કુમારે આગળ જણાવ્યું છે કે મારા માટે વ્યક્તિ ગત આશંકા વ્યક્ત કરીને વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. શરદજી અધ્યક્ષ બની શકતા ન હતા. અમે પાર્ટીના અધ્યક્ષ બની ગયા છે તો તેને મારા નેશનલ એસ્પિરેશન તરીકે જોઇ શકાય છે. નીતીશે એમ પણ કહ્યું છે કે જે લોકો મારામાં ક્ષમતા જોવે છે. તેમનો હું આભારી છું. પરંતુ આગળ કોણ ચહેરો બનશે તે કોઇ કહી શકશે નહીં.

http://sambhaavnews.com/

You might also like