પટનામાં 5 વર્ષ જુના ડિઝલ વાહનો પર પ્રતિબંધ

પટના : બિહાર સરકારે વધી રહેલા પ્રદુષણને નિયંત્રિત કરવા માટે 15 વર્ષ જુના ડિઝલ વાહનો પર પ્રતિબંધ લગાવવા ઉપરાંત અન્ય ઘણા ઉપાયો કરવાનો નિર્ણય કર્યો છે. અત્રે નોંધનીય છે કે પટના હાઇકોર્ટ દ્વારા વધી રહેલા પ્રદુષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નીતીશ કુમારે પટનામાં વધી રહેલા પ્રદુષણને ધ્યાને લઇને નિર્ણયો લીધા છે. તે ઉપરાંત તેમણે પર્યાવરણ વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
નીતીશે કહ્યું કે, વાહન ચાલકો અને માલિકોએ પ્રદુષણ અંગે જાગૃત બનવું પડશે. તે ઉપરાંત તેઓને જાગૃત કરવા માટે સરકાર દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવશે. હુટર્સ, સાયરન અને હોર્નનાં બિનજરૂરી ઉપયોગને રોકવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. તે ઉપરાંત પ્રદુષણનાં નિયમોનું પાલન નહી કરનારા વિરુદ્ધ કડક પગલા ઉઠાવવામાં આવશે.
કુમારે કહ્યું કે કચરાને સળગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે કારણ કે તેનાં કારણે પણ મોટા પ્રમાણમાં વાયુપ્રદુષણ થાય છે. રેતી અને માટી જેવા પદાર્થોને પણ ઢાંકીને લાવવા અને લઇ જવાનો નિર્ણય લેવામાં આવશે. પટના નજીક ગંગા નદીનાં કીનારે ચાલી રહેલા ઇંટોના ભઠ્ઠાથી પણ ખુબ જ પ્રદુષણ થાય છે. જેથી બિહાર પ્રદુષણ બોર્ડનાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ભઠ્ઠાઓને પણ બંધ કરાવવામાં આવશે.

You might also like