નીતીશનું એપ્રીલ ફુલ! : બિહારમાં એપ્રીલ 2016થી દારૂ પર પ્રતિબંધ

પટના : બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે ચૂંટણી પહેલા કરેલા પોતાનાં વચનો પૈકી એકને પુરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. નીતીશે 1 એપ્રીલ, 2016થી બિહારમાં સુપુર્ણરીતે શરાબ પર પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. નીતીશે પોતાની તમામ સભાઓ અને પ્રચાર દરમિયાન પ્રદેશી મહિલા મતદાતાઓને વચન આપ્યું હતું કે તેઓની સરકાર આવશે તો દારૂ પર પ્રતિબંધ લદાશે. હવે સંપુર્ણ બિહાર સંપુર્ણ રીતે દારૂમુક્ત બનશે.
જો કે દારૂબંધી લાગુ કરવાની તારીખ આટલી અગાઉથી આપવા અંગેના નિર્ણયનો બચાવ કરતા જેડીયૂએ કહ્યું કે સરકાર નથી ઇચ્છતી કે દારૂ પર પ્રતિબંધ લાગ્યા બાદ તેને સમાંતર એક વ્યવસ્થા ચાલુ થાય.આટલો સમય સરકાર તે દિશામાં યોગ્ય પગલા લઇ શકે તે માટે લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નીતીશની કેબિનેટમાં રહેલા મંત્રી અબ્દુલ જલીલ મસ્તાને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે સરકાર દારૂ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં ટુંકમાં જ પગલા ઉઠાવશે. તેમણે કહ્યું હતું કે અમે બિહારમાં દારૂબંધી લાગુ કરવા અંગે ટુંકમાં જ કામ ચાલુ કરીશું. આગામી છ મહિનામાં પ્રદેશમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે.
મસ્તાનેક હ્યું કે બિહારમાં દારૂબંધીની માંગ ઘણા વર્ગોમાંથી ઉઠાવાઇ રહી હતી. દલિત અને પછાત જાતીઓની મહિલાઓ લાંબા સમયથી દારૂબંધીની માંગ કરી રહી હતી. નીતીશની જાહેરાત બાદ એલજેપી સાંસદ રામવિલાસપુત્ર ચિરાગ પાસવાને કહ્યું કે નીતીશનાં શાસનકાળમાં જ દારૂની દુકાનોમાં વધારો થયો હતો. તેમ છતા પણ આ નિર્ણયનું સ્વાગત છે. જોઇએ હવે આ નિર્ણય કેટલો કારગત રીતે અમલ થાય છે.

You might also like