નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો બફાટ : રાહુલ ગાંધીને વડાપ્રધાન ગણાવ્યા

પંચમહાલ : કલોલમાં જનસભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા બફાટ માર્યો હતો. તેઓએ ઉત્તરપ્રદેશને પાકિસ્તાન જેવડું રાજ્ય ગણાવી નહેરૂ ઇન્દિરા ગાંધી સાથે રાહુલ ગાંધીને પણ વડાપ્રધાન ગણાવ્યા હતા.

પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાનાં ડેરોલ ખાતે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ હસ્તે રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જેનો આશરે ખર્ચ 35 કરોડ 33 લાખનાં ખર્ચે તૈયાર થનાર વડોદરા – રતલામ રેલ્વે લાઇન લેવલ ક્રોસિન નંબર 32નું ખાત મુહર્ત કર્યું હતું.

નીતિન પટેલે આ ખાતમુહર્ત પ્રસંગે જણાવ્યું કે ગેસ લાઇન તેમજ 6.60 કરોડનાં ખર્ચે તૈયાર થનાર ખરોડ માલમહુડીને જોડતા પુલનું ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું. જો કે હાલ નીતીન પટેલનો બફાટ વિવાદાસ્પદ બન્યો છે.

You might also like