નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ: વર્ગ-3ના પગારદારોને 75 ટકાનો વધારો, 1,18,700 કર્મચારીઓને લાભ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વર્ગ-3ના કર્મચારીઓને ખુશખબર પાઠવી છે. ફિક્સ પગાર મુદ્દે નાયબ મુખ્યપ્રધાનને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. પેટલના જણાવ્યા પ્રમાણે વર્ગ-3ના સુપરવાઇઝરના પગારમાં 90 ટકાનો વધારો કરાવ્યો છે. આ જાહેરતા હેઢળ 1 લાખ હજાર 700 કર્મચારીઓને પગારવધારાનો લાભ મળશે.

આજે બુધવારના રોજ યોજવામાં આવેલી આ પ્રેસ કોન્ફરન્સમાં નીતિન પટેલે વર્ગ-3ના કર્મચારીઓને પગાર વધારાની ખુશખબર આપી હતી. એટલું જ નહિ, વર્ગ-4ના કર્મચારીઓના પગારમાં 63 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ગ-4ના 10500 કર્મચારીઓને એનો લાભ મળશે.

એટલું જ નહિ, આ જાહેરતા પ્રમાણે તમામ કર્ચચારીઓને 5 વર્ષ પછી નહિ પરંતુ પ્રથમ દિવસથી જ પગાર વધારાનો લાભ મળશે. પટેલના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રૂઆરી 2017થી પગાર વધારાનો લાભ મળશે. જેઓ કાયમી થઈ ગયા છે તેઓને પણ બઢતીનો લાભ મળશે.

પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા:
-નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યોજી પત્રકાર પરિષદ
– ફીક્સ પગાર મુદ્દે નાયબ મુખ્યપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ
-વર્ગના 3ના પગારમાં 73 ટકાનો વધારો કરાયો
-વર્ગ 3ના સુપરવાઇઝરના પગારમાં 90 ટકાનો વધારો કરાયો
-1 લાખ 18 હજાર 700 કર્મચારીઓને લાભ મળશે
– ફીક્સ પગાર મુદ્દે નાયબ મુખ્યપ્રધાનની પ્રેસ કોન્ફરન્સ
– નોકરી સેવા સળંગ ગણાશે
– 10500 વર્ગ 4ના કર્મચારીઓના પગારમાં 63 ટકાનો વધારો
– વર્ગ 3ના પગારમાં 73 ટકાનો વધારો કરાયો
– વર્ગ 3ના સુપરવાઈઝરમાં 90 ટકાનો વધારો કરાયો
– પાંચ વર્ષ પછી નહી પણ પ્રથમ દિવસથી મળશે લાભ
– 1 ફેબ્રુઆરી 2017થી નવા વધારોનો થશે અમલ
– કાયમી થઈ ગયા છે તેમને પણ બઢતીમાં લાભ
– નવા નિયુક્ત થતાં કર્મચારીઓને તમામ લાભ મળશે
– GPSC, ગૌણ સેવા પસંદગી મંડળના ફીક્સ પગાર કર્મચારીને લાભ
– સાતમાં પગાર પંચનો પ્રથમ પગાર સ્કેલમાં મળે છે
– આ સ્કેલનાં આધારે પગાર નક્કી કરાયોઃ નાયબ CM

http://sambhaavnews.com/

You might also like