સવર્ણો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, બજેટમાં કરાઇ 600 કરોડની ફાળવણી

ગાંધીનગરઃ ડે.CM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં બિન અનામત આયોગની વિવિધ યોજનાઓ અંગે જાહેરાત કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે સર્વાંગી વિકાસને સમર્થન આપીએ છીએ. સામાજિક સમરસતાને મહત્વ અપાય છે. બંધારણીય જેગવાઈઓને યથાવત રાખી દરેક જ્ઞાતિ વધુ પ્રગતિ કરે.

સરકારે અનેક યોજનાઓ પણ અમલમાં મુકી છે. અનામતની જોગવાઇ સંપૂર્ણપણે યથાવત રહે. અગાઉ યુવા સ્વાવલંબન યોજના પણ અપાઇ છે. વચન આપ્યું હતું કે જે જ્ઞાતિને અનામતનો લાભ નથી મળતો તેમને વધુ લાભ મળે. બિન અનામત વર્ગે આર્થિક નિગમની રચના કરી હતી. નવી સરકાર બન્યાં પછી આયોગ અને નિગમની રચના કરાઇ.

બિન અનામત વર્ગ નિગમનાં ચેરમેન તરીકે ઘોડાસરાની નિમણુંક કરાઇ. કેબિનેટમાં નક્કી થયા મુજબ બજેટમાથી નિગમને ફંડ અપાયું. વિદ્યાર્થીઓને લાભ થાય તે માટે વિશેષ પ્રયાસ કરાયાં. જેમને અનામતનો લાભ નથી મળતો તેમને અનામત આપવાનો પ્રયાસ ચાલી રહેલ છે. SC, ST અને OBC માટે નિગમ ચલાવવામાં આવે છે.

જો કે બંધારણ અનામતની જોગવાઈ સાથે છેડછાડ નહીં. 58 જ્ઞાતિઓને અત્યારે લાભ નથી મળતો. દોઢ કરોડ લોકોને અનામતનો લાભ નથી મળતો. અન્ય જ્ઞાતિઓનાં હકમાં કોઇ ફેરફાર નહીં થાય. શિક્ષણ અને રોજગારી માટે વ્યવસ્થાનો લાભ મળે. સૌ પ્રથમ યોજનાનું પ્રેઝન્ટેશન અમે રજુ કરીએ છીએ.

શૈક્ષણિક સત્ર શરૂ થયાં સમયથી જ લાભ ગણાશે. વિદેશમાં અભ્યાસ માટે અનેક વિદ્યાર્થીઓ જાય છે. SC, ST, OBC યોજના જેવી અન્ય વર્ગોને પણ યોજનાનો લાભ અપાશે. શૈક્ષણિક યોજનામાં તમામ અભ્યાસ માટે લાભ મળશે. મેડીકલ, ડેન્ટલ, એન્જીનીયરીંગ અને નર્સિંગ માટે લાભ મળશે.

શૈક્ષણિક યોજનામાં પણ તમામ અભ્યાસ માટે લાભ મળશે. સ્નાતકોને લાભ મળશે પણ અનુસ્નાતકોને લાભ નહીં મળે. 4 ટકાનાં સાદા વ્યાજે 10 લાખ સુધીની લોન મળશે. કુટુંબની આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જોઇએ. વિદેશમાં અભ્યાસની પણ લોન મળશે. ધોરણ 12 પછી રિસર્ચ માટે 15 લાખની લોન મળશે. ડિપ્લોમા, સ્નાતક માટે 4 ટકા વ્યાજે 15 લાખની લોન મળશે. કુટુંબથી દૂર રહેતા વિદ્યાર્થીઓ માટે સહાય મળશે. રૂ.1200 લેખે 10 માસ માટે ભોજન બિલની સહાય મળશે.

ધો.10માં 70 ટકાથી વધુ માર્ક્સવાળા વિદ્યાર્થીઓને ટ્યુશન સહાય માટે રૂ.15 હજાર મળશે. સરકારી નોકરી માટે સરકારે પસંદ કરેલા ક્લાસ માટે સહાય મળશે. 20 હજાર સહાય કે ક્લાસની ફી જે ઓછી હોય તેની સહાય મળશે. સ્વ રોજગારી માટે વાહન ખરીદવા સહાય અપાશે. ઓફીસ કે ક્લિનિક શરૂ કરવા માટે 10 લાખની બેંક લૉન પર 5 ટકા સહાય મળશે.

બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ યોજનાનાં માપદંડો હોવાં જોઇએ. ધો.12માં 60 ટકા કે તેથી વધુ માર્ક્સ હોવાં જોઈએ. અરજદાર ગુજરાત ડોમીસાઈલ વતની હોવાં જોઈએ અને બિનઅનામત વર્ગનાં હોવાં જોઈએ. લાભાર્થીને મેરિટનાં આધારે લોન અપાશે. 7.5 લાખથી વધુ લોનમાં 5 ટકા વ્યાજ સહાય પણ અપાશે. અભ્યાસ બાદ વ્યવસાય કરવો હોય તો સ્વરોજગાર વ્યવસ્થા ઉભી કરાશે. લોન માટે સદ્ધર જામીન આપવાનાં રહેશે.

વિદ્યાર્થીઓને ફૂડ બિલ લાભ મળશે. ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ શહેરમાં અભ્યાસ કરતાં હશે તો તેઓને લાભ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય અપાશે. સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ લેવા માટે પણ સરકાર સહાય કરશે. ભોજન સહાય બિલ યોજનાનો પણ લાભ અપાશે.

આ વર્ષથી જ આ યોજનાઓનો લાભ મળશે. બધી જ વસ્તુ માટે ઓનલાઇન ફોર્મ ભરાશે. લાભાર્થીઓને ઓનલાઇન મંજુરી મળશે. સહાય સીધી જ વિદ્યાર્થીને અપાશે સંસ્થાને નહીં. ફૂડ બિલ સહાય પણ સીધી રીતે વિદ્યાર્થીને જ મળશે.

મેડીકલ સહિતની કોલેજમાં મોટો ખર્ચ થતો હતો. હાલ મેડીકલમાં વિદ્યાર્થીનીઓને સહાય અપાઈ રહી છે. નર્સિંગમાં પણ તકો છે જેને આવરી લેવાઇ છે. માસિક 25 હજાર આવક ધરાવતાં લોકોને પહેલાં સહાય મળશે. SC, ST, OBC યોજનાઓને ધ્યાને લઇ આવક મર્યાદા નક્કી થઈ છે.

અભ્યાસ પૂર્ણ થયાં પછી એક વર્ષ સુધી લોન ભરવાની છૂટ અપાશે. નોકરી મળ્યાં બાદ લોન પરત ભરવાની રહેશે. બજેટમાં 600 કરોડ ફાળવાયાં છે. જરૂર પડે તો બજેટમાં વધુ જોગવાઇ કરાશે. બારદાન ખરીદ મામલે પણ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, બારદાન ખરીદીમાં સરકારને કોઈ લેવાદેવા નથી. નાફેડ દ્રારા ખરીદી કરવામાં આવી છે. બારદાનનો કબ્જો નાફેડ પાસે છે.

You might also like