પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે સરકાર વિચારી રહી છે : પટેલ

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતિન પટેલે જણાવ્યું કે પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની વિચારણા માટે સરકાર તૈયાર છે.

ઉપરાંત પાટીદાર આયોગની રચના માટે પણ સરકાર વિચારણા કરી રહી છે. તો ઓબીસીમાં અન્ય જ્ઞાતિઓના સમાવેશ માટે અન્ય રાજ્યોમાં કઈ રીતે વ્યવસ્થા છે તેનો સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે. અને આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી અનામત મુદ્દે સરકાર અને પાટીદારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં PAAS અને સરકાર દ્વારા આ મુદ્દે મિટિંગ યોજવામાં આવી હતી. જે નિષ્ફળ રહી હતી.

You might also like